ઈરાનીઓનો બળવો વધુ ને વધુ જીવલેણ થતો જાય છે: ૨૧૭ લોકોનાં મૃત્યુનો દાવો

11 January, 2026 12:06 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાનિયન સેનાએ કહ્યું કે બાળકોને પ્રદર્શનથી દૂર રાખજો, નહીંતર ગોળી વાગ્યા પછી ફરિયાદ નહીં કરતા

પ્રદર્શનકારી

ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શનોમાં કમસે કમ ૨૧૭ લોકોનાં મૃત્યુ થયાં હોવાનો દાવો થઈ રહ્યો છે. ટાઇમ મૅગેઝિને તેહરાનમાં એક ડૉક્ટરના માધ્યમથી કહ્યું હતું કે ઈરાનની રાજધાનીમાં છ હૉસ્પિટલોમાં લગભગ ૨૧૭ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે. એમાં મોટા ભાગના લોકો ગોળી લાગવાને કારણે મૃત્યુ પામ્યા છે.

ગુરુવારે રાતે પ્રદર્શન વધુ આક્રમક થતાં સુરક્ષાદળોએ અનેક જગ્યાઓએ ગોળીબાર કર્યો હતો. આ પ્રદર્શનોની વચ્ચે સુરક્ષાદળના એક અધિકારીએ સરકારી ટીવી-ચૅનલ સાથે વાત કરતી વખતે ચેતવણી આપી હતી કે માતા-પિતા પોતાનાં બાળકોને પ્રદર્શનોથી દૂર જ રાખે, નહીંતર તેમને ગોળી લાગે ત્યારે ફરિયાદ ન કરતાં.

થોડાક દિવસથી ઈરાનની સરકાર લોકોના પ્રદર્શન સામે કેવો અભિગમ અપનાવશે એ બાબતે સ્પષ્ટતા નહોતી, પરંતુ શુક્રવારે પ્રદર્શનકારીઓ પર થયેલા ગોળીબાર અને સખત નિવેદનોથી સાફ થઈ ગયું છે કે હવે સરકાર પૂરી રીતે દમન કરવા માટે બળનો ઉપયોગ કરી રહી છે. સરકારે દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન-સર્વિસ બંધ કરી દીધી છે. 

ફિલિપીન્સમાં કચરાને ઢેરમાં ૩૮ લોકો દબાયા

કચરાને છૂટો પાડીને એનું રીસાઇક્લિંગ કરવાના ફિલિપીન્સના જાયન્ટ લૅન્ડફિલમાં અચાનક જ કચરાનો ઢેર ભૂસ્ખલનની જેમ ધસી આવતાં લગભગ ૩૮ લોકો કચરામાં દબાઈ ગયા હતા. ભૂસ્ખલન શમ્યા પછી રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરતાં ૪ લોકોનાં શબ કાઢવામાં આવ્યાં હતાં અને હજી ૩૦ લોકો લાપતા છે. 

international news world news iran Crime News philippines