૧૬ વર્ષની વયે આ ટીનેજર બન્યો દુનિયાનો સૌથી નાની ઉંમરનો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

18 August, 2026 08:52 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

જે ઉંમરે ટીનેજર્સ કયા પ્રવાહમાં આગળ વધવું છે એ નક્કી કરતા હોય એ ઉંમરે દુબઈના લક્ષ્મણન મેયપ્પને જસ્ટ ૧ વર્ષમાં CAનો આખો કોર્સ પૂરી કરી નાખ્યો

CA લક્ષ્મણન મેયપ્પન

જે ઉંમરે ટીનેજર્સ કયા ક્ષેત્રમાં કરીઅર બનાવવી એની શોધમાં હોય છે એ ઉંમરે દુબઈમાં રહેતા લક્ષ્મણન મેયપ્પન નામના ટીનેજરે પ્રોફેશનલ અકાઉન્ટિંગ ક્વૉલિફિકેશન પૂરું કરી લીધું છે. તે જસ્ટ ૧૬ વર્ષ અને ૧૪૧ દિવસની ઉંમરે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની ગયો છે.  

કોવિડની મહામારી દરમ્યાન લક્ષ્મણને ફાઇનૅન્સની દુનિયામાં કદમ માંડ્યા હતા. લક્ષ્મણનની મમ્મી પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે એટલે કોવિડના લૉકડાઉન દરમ્યાન જ્યારે બધા ઘરમાં પુરાયેલા હતા ત્યારે તેમણે દીકરાને બેસિક અકાઉન્ટિંગ કન્સેપ્ટ સમજાવ્યા હતા અને મમ્મીની જ મદદથી તેણે ઇન્ફૉર્મલ સ્ટડી શરૂ કરી દીધી હતી. એ પછી તેણે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. ૧૫ વર્ષની ઉંમરે તેણે અસોસિએશન ઑફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ અકાઉન્ટન્ટ્સ (ACCA) ક્વૉલિફિકેશન માટે ભણવાનું શરૂ કરી દીધું અને એક જ વર્ષમાં ભણવાનું પૂરું પણ કરી લીધું. એ પછીથી તેણે ઍકૅડૅમિક અને પ્રોફેશનલ પ્રોફાઇલ બનાવવાનું ચાલુ રાખ્યું અને ચાર્ટર્ડ ફાઇનૅન્શ્યલ ઍનલિસ્ટ (CFA) સર્ટિફિકેશન મેળવ્યું અને હવે ફાઇનૅન્સમાં માસ્ટર્સ કરે છે. તે અત્યારે દુબઈમાં સેન્ચુરી ફાઇનૅન્શ્યલ નામની કંપનીમાં સિનિયર રિસર્ચ ઍનલિસ્ટ તરીકે કામ કરે છે જ્યાં તે ઇન્વેસ્ટમેન્ટ, રિસર્ચ અને ઍનલિસિસની જવાબદારી સંભાળે છે.

જસ્ટ ૧૬ વર્ષ અને ૧૪૧ દિવસની ઉંમરે સૌથી નાના મેલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ઉપલબ્ધિ હાંસલ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તેના નામે નોંધાયો છે. 

international news world news dubai