અમેરિકાના ઓહાયોમાં વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સના ઘર પર હુમલો, એક જણની અટકાયત

06 January, 2026 10:27 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

ઓહાયોમાં પોલીસ-અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી

જે. ડી. વૅન્સ

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સના ઓહાયો સ્ટેટમાં આવેલા નિવાસસ્થાન પર હુમલાની ઘટના બની હતી. જોકે સોમવારે આ ઘટના થઈ ત્યારે વૅન્સ પરિવાર ઘરે નહોતો. અમેરિકન સીક્રેટ સર્વિસે રાત્રે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ પોલીસને બોલાવી હતી જ્યારે ઇન્ટેલિજન્સ સર્વિસે કોઈને પૂર્વ તરફ દોડીને જતો જોયો હતો.

ઓહાયોમાં પોલીસ-અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે. જોકે અધિકારીઓ એવું માનતા નથી કે કોઈ ઘરના પરિસરમાં ઘૂસ્યું હતું. જેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે તે વૅન્સ કે તેમના પરિવારને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે કેમ એની તપાસ થઈ રહી છે.

international news world news united states of america jd vance Crime News