બંગલાદેશમાં હિન્દુ પૂજારીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો

28 April, 2026 10:25 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે આ હત્યાનો મામલો છે કે આત્મહત્યાનો એની અમને ખાતરી નથી

હિન્દુ મંદિરના કૅરટેકર-કમ-પૂજારી

સાઉથ ઈસ્ટ બંગલાદેશમાં ઘરેથી ગુમ થયાના ૩ દિવસ પછી એક હિન્દુ મંદિરના કૅરટેકર-કમ-પૂજારીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. આ સંદર્ભમાં લઘુમતી ગ્રુપે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે આ હત્યાનો મામલો છે કે આત્મહત્યાનો એની અમને ખાતરી નથી. બે અજાણ્યા માણસો ૪૦ વર્ષના નયન સાધુને ૧૯ એપ્રિલે મોડી સાંજે પોતાની સાથે લઈ ગયા હતા અને ૩ દિવસ પછી તેનો મૃતદેહ ગામની બહારના એક ટેકરી વિસ્તારમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.

bangladesh hinduism suicide international news world news