બંગલાદેશની ચેતવણીઃ ભારત બંગલાદેશીઓને સરહદથી પાછા મોકલવાનો પ્રયાસ કરશે તો અમે જરૂરી પગલાં લઈશું

07 May, 2026 12:06 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બંગલાદેશનો આરોપ છે કે ભારતીય સશસ્ત્ર દળો ઘૂસણખોરોને સરહદ પાર કરાવીને તેમના દેશમાં બળજબરીથી ઘૂસણખોરી કરાવે છે

બંગલાદેશના વિદેશપ્રધાન ખલીલુર રહેમાન

બંગલાદેશના વિદેશપ્રધાન ખલીલુર રહેમાને જણાવ્યું હતું કે જો બંગલાદેશ-ભારત સરહદ પર ‘પુશ-ઇન’ની કોઈ ઘટના બનશે તો બંગલાદેશ સરકાર જરૂરી કાર્યવાહી કરશે. તેમનું આ નિવેદન પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં BJPની જીત બાદ આવ્યું છે. ‘પુશ-ઇન’ એ બંગલાદેશી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવાના કૃત્યનો ઉલ્લેખ કરે છે. બંગલાદેશનો આરોપ છે કે ભારતીય સશસ્ત્ર દળો ઘૂસણખોરોને સરહદ પાર કરાવીને તેમના દેશમાં બળજબરીથી ઘૂસણખોરી કરાવે છે. જોકે ભારતે બંગલાદેશના ‘પુશ-ઇન’ના આરોપોને નકારી કાઢ્યા છે.

મંગળવારે સ્ટેટ ગેસ્ટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં વિદેશપ્રધાને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં રાજકીય પરિવર્તન બાદ જો આવી ઘટનાઓ બનશે તો ઢાકા યોગ્ય જવાબ આપશે. 

international news world news bangladesh indian government india