ઇટલીની રેસ્ટોરાંમાં બંગલાદેશી વેઇટરને સીધોદોર કર્યો ભારતીય મહિલાઓએ

25 June, 2026 08:34 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ભારત માટે અપમાનજનક કમેન્ટ કરી એટલે માફી મગાવડાવી

પોલીસના હસ્તક્ષેપ બાદ વેઇટરે માફી માગી હતી. વેઇટરે જે અપમાનજનક વાત કરી અને માફી માગી એનો વિડિયો વાઇરલ થયો છે.

ઇટલીની રેસ્ટોરાંમાં એક બંગલાદેશી વેઇટરે ભારત અને ભારતીય ગ્રાહકો વિશે કથિત અપમાનજનક કમેન્ટ્સ કરી હતી અને ભારતીય મહિલાઓના એક જૂથે એનો વિરોધ કર્યા બાદ તેને માફી માગવાની ફરજ પાડી હતી. પોલીસના હસ્તક્ષેપ બાદ વેઇટરે માફી માગી હતી. વેઇટરે જે અપમાનજનક વાત કરી અને માફી માગી એનો વિડિયો વાઇરલ થયો છે. 

ઇન્સ્ટાગ્રામ યુઝર @khushicupcake5 દ્વારા શૅર કરાયેલી આ ક્લિપમાં વેઇટર અને ભારતીય મહિલા પ્રવાસીઓના જૂથ વચ્ચે તનાવપૂર્ણ વાતચીત જોવા મળે છે. વિડિયોમાં દેખાતી મહિલાઓના મતે વેઇટરે કથિત રીતે ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમને ‘ફ** ઇન્ડિયા’થી આવતી ગણાવી હતી.

વિડિયોમાં મહિલાઓ વેઇટરની વાતનો વિરોધ કરતી અને તેને પડકારતી અને માફી માગવાની ફરજ પાડતી દર્શાવે છે. તેઓ વારંવાર આગ્રહ રાખે છે કે ભારત વિશે અપમાનજનક કમેન્ટ્સ અસ્વીકાર્ય છે. પોલીસના હસ્તક્ષેપ પછી વેઇટર માફી માગતો દેખાય છે. વિડિયોમાં તે કહેતો સાંભળવામાં આવે છે કે ‘ભારતને ગાળો આપવા બદલ મને માફ કરશો’. 

આ વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થયો છે. ઘણા યુઝર્સે ભેદભાવપૂર્ણ અને ભારતવિરોધી કમેન્ટ્સ સામે ઊભા રહેવા બદલ મહિલાઓની પ્રશંસા કરી છે. 

international news world news italy bangladesh viral videos