✕

ઇઝરાયલના સ્વતંત્રતાદિને કૅપ્ટન સ્મિત મચ્છર સાથે મશાલ પ્રગટાવવા નરેન્દ્ર મોદીને આમંત્રણ

23 October, 2026 10:46 AM IST  |  Jerusalem | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલના સ્વતંત્રતાદિવસ નિમિત્તે યોજાનારા મશાલ પ્રગટાવવાના સમારોહમાં આ ભારતીય પાઇલટ સાથે સહભાગી થવા માટે તેમને આમંત્રણ આપ્યું છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી

દુબઈ-તેલ અવીવની flydubai ફ્લાઇટમાં આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરનું બહુમાન કરવા માટે ૧૪ મેએ આવતા ઇઝરાયલના સ્વતંત્રતાદિનની ઉજવણીમાં તેની સાથે પરંપરાગત મશાલ પ્રગટાવવા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે આમંત્રણ પાઠવ્યું છે. ગુરુવારે સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ X પર એક પોસ્ટ કરીને નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે અને ઇઝરાયલના સ્વતંત્રતાદિવસ નિમિત્તે યોજાનારા મશાલ પ્રગટાવવાના સમારોહમાં આ ભારતીય પાઇલટ સાથે સહભાગી થવા માટે તેમને આમંત્રણ આપ્યું છે.

israel narendra modi benjamin netanyahu jerusalem international news indian government