બિલ ગેટ્સની દીકરીએ કર્યાં લગ્ન

19 October, 2021 09:38 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

જેનિફર ગેટ્સે પોતાના ૩૦ વર્ષના ફિયાન્સ નાયલ નાસર સાથે લગ્ન કર્યાં છે

જેનિફર ગેટ્સ અને નાયલ નાસર

માઇક્રોસૉફ્ટના ફાઉન્ડર અને અરબોપતિ બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનિફર ગેટ્સે પોતાના ૩૦ વર્ષના ફિયાન્સ નાયલ નાસર સાથે લગ્ન કર્યાં છે. લગ્નમાં બિલ ગેટ્સની સાથે જેનિફરની મા મેલિંડા પણ પહોંચી હતી. શિકાગોમાં રહેનારાં નાસરનાં માતા-પિતા ઇજિપ્તથી છે. નાસર હાલ કૅલિફૉર્નિયામાં રહે છે અને ઇજિપ્તનો એક પ્રોફેશનલ ઘોડેસવાર છે. સ્પોર્ટ્સ પર્સનાલિટી હોવા સિવાય નાસર સ્ટેબલ્સ એલએલસી નામની કંપની ચલાવે છે.

international news bill gates