H-1B વીઝા માટેની કડક શરતો અને ભારે ફી રદ કરવા માટે અમેરિકન સંસદમાં બિલ રજૂ, ભારતીયોને રાહત થશે

11 March, 2026 09:08 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

જો આ બિલ મંજૂર થાય તો વિવાદાસ્પદ વીઝા પ્રતિબંધોને ખતમ શકાય છે અને અમેરિકામાં રોજગાર શોધતા હજારો ભારતીય પ્રોફેશનલોની ચિંતાઓ ઓછી થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના H-1B વીઝા પર કડક શરતો અને ભારે ફી લાદવાના એક્ઝિક્યુટિવ ઑર્ડરને ખતમ કરવાની માગણી કરવામાં આવી છે, જે ભારતીય પ્રોફેશનલોને નોંધપાત્ર રાહત આપી શકે છે.

આ બિલ ડેમોક્રૅટિક સેનેટર બોની વૉટસન કોલમૅન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેમણે દલીલ કરી હતી કે આ આદેશે અમેરિકન એમ્પ્લૉયર અને કુશળ વિદેશી કામદારો પર આધાર રાખતી કંપનીઓ માટે અવરોધો ઊભા કર્યા છે. 

ટ્રમ્પે સપ્ટેમ્બરમાં એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં H-1B વીઝા-ફી વધારીને ૧,૦૦,૦૦૦ ડૉલર (આશરે ૯૨ લાખ રૂપિયા) કરવામાં આવી હતી અને આ ઑર્ડર હેઠળ વિદેશી કામદારોને નોકરી પર રાખતી કંપનીઓ માટે નિયમો કડક બનાવવામાં આવ્યા હતા.

H-1B વીઝા કાર્યક્રમ અમેરિકન કંપનીઓ અને ખાસ કરીને ટેક્નૉલૉજી ક્ષેત્રની કંપનીઓને વિદેશમાંથી કુશળ પ્રોફેશનલોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. H-1B વીઝા મેળવનારાઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી મોટો છે.

જો આ બિલ મંજૂર થાય તો વિવાદાસ્પદ વીઝા પ્રતિબંધોને ખતમ શકાય છે અને અમેરિકામાં રોજગાર શોધતા હજારો ભારતીય પ્રોફેશનલોની ચિંતાઓ ઓછી થઈ શકે છે.

international news world news donald trump united states of america