01 October, 2024 12:07 PM IST | Korea | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયાનું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બિથંબ અમેરિકાના સ્ટૉક એક્સચેન્જ નૅસ્ડૅક પર લિસ્ટિંગ કરાવવાની શક્યતા ચકાસી રહ્યું છે. કંપનીએ પોતાનો આઇપીઓ ક્યાંથી લાવવો એના વિશે અનેક શક્યતાઓ તપાસી જોવામાં આવશે એમ પણ કહ્યું છે.
કોરિયા ઇકૉનૉમિક ડેઇલીના અહેવાલ મુજબ બિથંબના આઇપીઓના અન્ડરરાઇટર તરીકે સૅમસંગ સિક્યૉરિટીઝની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે બિથંબે આ વિશે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.
અન્ય અહેવાલ મુજબ તાઇવાનના ફાઇનૅન્શિયલ સુપરવાઇઝરી કમિશને પ્રોફેશનલ રોકાણકારોને ડિજિટલ ઍસેટ્સનાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)માં રોકાણ કરવા માટે મંજૂરી આપી છે.
દરમ્યાન, ભારતીય ઇક્વિટી બજારની જેમ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ નોંધનીય ઘટાડો થયો હતો. આ લખાઈ રહ્યું છે એવા સમયે બિટકૉઇન ૨.૯૦ ટકા ઘટીને ૬૩,૮૪૦ ડૉલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. ઇથેરિયમમાં ૧.૨૮ ટકાની વૃદ્ધિ સાથે ભાવ ૨૬૨૦ ડૉલર થયો છે. બાઇનૅન્સમાં ૩.૬૮ ટકા, સોલાનામાં ૦.૨૭ ટકા, રિપલમાં ૦.૮૭ ટકા, ડોઝકૉઇનમાં ૫.૫૧ ટકા, કાર્ડાનોમાં ૩.૭૨ ટકા, ટ્રોનમાં ૦.૩૮ ટકા, શિબા ઇનુમાં ૬.૬૪ ટકા અને અવાલાંશમાં ૧.૪ ટકાનો ઘટાડો થયો હતો.