કોરોના જેવી હાલત થશે, યુદ્ધ લડતા દેશોને એનો અંદાજ પણ નથી : પુતિન

27 March, 2026 10:52 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મૉસ્કોમાં બિઝનેસ-લીડર્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આ યુદ્ધનાં પરિણામોનો સચોટ અંદાજ લગાવવાનું સંભવ નથી`

વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મૉસ્કોમાં બિઝનેસ-લીડર્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આ યુદ્ધનાં પરિણામોનો સચોટ અંદાજ લગાવવાનું સંભવ નથી. જે દેશો યુદ્ધમાં સામેલ છે એમને ખુદને પણ એના ભવિષ્યને લઈને સ્પષ્ટતા નથી. એવામાં બાકી દુનિયાની સ્થિતિ વધુ અનિશ્ચિત થઈ ગઈ છે. જો હાલત જલદી નહીં સુધરી તો આ કોરોના મહામારી જેવી હાલત થઈ શકે છે. કોરોનામાં દરેક દેશની ગતિ ધીમી પડી ગઈ હતી. ઇન્ટરનૅશલ લૉજિસ્ટિક્સ, ઉત્પાદન અને સપ્લાય ચેઇનને અસર થતાં વૈશ્વિક બજારમાં વધેલી અસ્થિરતાને કારણે મોટી કંપનીઓએ ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.’

international news world news iran israel united states of america vladimir putin