૮૫ દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ : વધુ તીવ્રતાથી ફેલાવાની શક્યતા

25 June, 2021 01:38 PM IST  |  United Nations | Gujarati Mid-day Correspondent

આલ્ફા વેરિઅન્ટ ૧૭૦ દેશોમાં, બીટા વેરિઅન્ટ ૧૧૯ દેશોમાં, ગામા વેરિઅન્ટ ૭૧ દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ ૮૫ દેશોમાં છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના અત્યંત તીવ્ર ચેપી ડેલ્ટા વેરિઅન્ટ ૮૫ દેશોમાં મળ્યા પછી એ વેરિઅન્ટ વધુ દેશોમાં ફેલાવાની આશંકા વ્યક્ત કરતાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચેતવણી બહાર પાડી છે. ઑર્ગેનાઇઝેશને રોગચાળા સંબંધી સાપ્તાહિક અહેવાલમાં જણાવ્યું હતું કે ‘હાલ કોરોના વાઇરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટ્સ વિશ્વમાં ફેલાયેલા છે. આલ્ફા વેરિઅન્ટ ૧૭૦ દેશોમાં, બીટા વેરિઅન્ટ ૧૧૯ દેશોમાં, ગામા વેરિઅન્ટ ૭૧ દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ ૮૫ દેશોમાં છે.

બ્રાઝિલમાં ત્રીજી લહેર શરૂ

બ્રાઝિલમાં કોવિડ-19 મહામારીની ત્રીજી લહેર આવી ચૂકી હોવાની વાતની પુષ્ટિ કરતાં દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારે માત્ર ૨૪ કલાકમાં કોરોના ના ૧,૧૫,૨૨૮ નવા કેસ સાથે બ્રાઝિલે નવો રેકૉર્ડ કાયમ કર્યો છે. મરણાંક ૫,૦૭,૧૦૯ પહોંચ્યો.

international news united nations