11 November, 2025 09:30 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ટૅરિફથી અમેરિકા વિશ્વનું સૌથી ધનિક અને સૌથી આદરણીય રાષ્ટ્ર બન્યું છે અને અમેરિકનોને ૨૦૦૦ ડૉલર (આશરે ૧,૭૭,૪૦૫ રૂપિયા) ટૅરિફ ડિવિડન્ડ આપવામાં આવશે. દરેક વ્યક્તિને ઓછામાં ઓછા ૨૦૦૦ ડૉલરનું ડિવિડન્ડ (ઉચ્ચ આવક ધરાવતા લોકો સિવાય) ચૂકવવામાં આવશે. જોકે તેમણે કેટલી આવક પર આ ડિવિડન્ડ મળશે એની કોઈ વિગતો આપી નથી.
રવિવારે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે ‘૨૦૦૦ ડૉલરનું ડિવિડન્ડ ઉચ્ચ આવક ધરાવતા લોકોને આપવામાં આવશે નહીં. જે લોકો ટૅરિફનો વિરોધ કરે છે તેઓ મૂર્ખ છે. આપણે હવે વિશ્વનો સૌથી ધનિક, સૌથી આદરણીય દેશ છીએ. લગભગ કોઈ ફુગાવો નથી અને શૅરબજાર રેકૉર્ડ ઉચ્ચ સ્તરે છે.’