09 April, 2026 12:17 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટૅરિફનો બૉમ્બ ફોડ્યો હતો. ટ્રમ્પે ઈરાનને લશ્કરી શસ્ત્રો પૂરાં પાડતા દેશો પર ૫૦ ટકા ટૅરિફ લાદી દીધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઈરાનને શસ્ત્રો પૂરાં પાડતા કોઈ પણ દેશથી આવનારા તમામ માલ પર અમેરિકા ૫૦ ટકાની જંગી ટૅરિફ લાદશે જે તાત્કાલિક અમલમાં આવશે.
ઈરાનને શસ્ત્રો પૂરાં પાડતા દેશો પર ૫૦ ટકા ટૅરિફ લાદીને ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયમાં કોઈ છૂટ કે રાહત અપાશે નહીં. ૫૦ ટકા ટૅરિફનો અર્થ એ છે કે કોઈ દેશનો માલ અમેરિકામાં એટલો મોંઘો થઈ જશે કે એનું વેચાણ અટકી શકે છે. આ ચીન, રશિયા અથવા ટર્કી જેવા દેશો માટે મોટો આર્થિક ફટકો હોઈ શકે છે જેઓ ઈરાનના વેપારી ભાગીદાર છે.
આ નિયમ તાત્કાલિક અમલમાં આવવાનો હોવાથી કોઈ રાજદ્વારી વાટાઘાટો કે ગ્રેસ પિરિયડ્સ નહીં મળે. ટ્રમ્પની વ્યૂહરચના યુદ્ધવિરામ દરમ્યાન ઈરાનને એટલું નબળું પાડવાની છે કે એ એની લશ્કરી તાકાત ફરીથી બનાવી ન શકે.