Donald Trump Tariff:  ટ્રમ્પ કયો બદલો વાળી રહ્યા છે! હવે આ દેશ પર લાદ્યો અધધ ૫૦ ટકા ટૅરિફ

10 July, 2025 07:42 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Donald Trump Tariff: સાત દેશો પર જબરદસ્ત ટૅરિફ લાદ્યા બાદ હવે બ્રાઝિલ પર સીધો ૫૦ ટકા આયાત દર એટલે કે ટૅરિફ વધારવાની જાહેરાત કરી છે. 

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ટૅરિફ વૉર (Donald Trump Tariff) શરૂ થઈ ગઈ છે. તેઓ આ મામલે હવે આક્રમક રૂપ લઈ રહ્યા હોવ તેવું જણાઈ રહ્યું છે. સાત દેશો પર જબરદસ્ત ટૅરિફ લાદ્યા બાદ હવે બ્રાઝિલ પર સીધો ૫૦ ટકા આયાત દર એટલે કે ટૅરિફ વધારવાની જાહેરાત કરી છે. 

આ પહેલા અમેરિકા દ્વારા અલ્જેરિયા, ઇરાક, લિબિયા, શ્રીલંકા, બ્રુનેઈ, મોલ્ડોવા અને ફિલિપાઇન્સ પર ટૅરિફની જાહેરાત કરી હતી. આ નવો ટૅરિફ ચાર્જ 1 ઓગસ્ટથી લાગુ થવાનો છે. 

તમને જણાવી દઈએ કે બ્રાઝિલ બ્રિક્સનું ફાઉન્ડર સભ્ય છે. ત્યારે ટ્રમ્પે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોની વિરુદ્ધ ચાલી રહેલા મુકદ્દમાની સખત આલોચના કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે બ્રાઝિલથી આવતા ઉત્પાદનો પર સીધા ૫૦ ટકા ટૅરિફ થોપવાની જાહેરાત (Donald Trump Tariff) કર્યા બાદ આ પ્રકારનું નિવેદન મળી રહ્યું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના ચાલી રહેલા વ્યવહારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લુલાના કાર્યાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, બ્રાઝિલ આર્થિક પારસ્પરિકતા કાયદા હેઠળ કોઈપણ દેશ દ્વારા કોઈ પણ એકપક્ષીય ટૅરિફ વધારાનો જવાબ આપશે` આ નિવેદન સાથે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ યુદ્ધની શક્યતા વધી ગઈ છે. હકીકતમાં ટ્રમ્પે કહ્યું કે બ્રાઝિલ પર લાદવામાં આવેલી આ ટૅરિફ બોલસોનારો સામેના મુકદ્દમાના વિરોધ અને અયોગ્ય વેપાર સંબંધોને કારણે છે. અને તેઓએ એમ પણ જણાવ્યું હતું કે બ્રાઝિલ અમેરિકા સાથે યોગ્ય ટ્રેડ વ્યવહાર નથી કરી રહ્યું.

ટ્રમ્પે આ પ્રકારની જાહેરાત (Donald Trump Tariff) કરી છે ત્યારબાદ લુલાએ સોશિયલ મીડિયા પર જવાબ આપતાં લખ્યું હતું કે બ્રાઝિલ એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છે અને અન્ય કોઈ દેશની દખલગીરી સ્વીકારશે નહીં. બ્રાઝિલ પોતાની સ્વતંત્ર સંસ્થાઓ સાથે એક સાર્વભૌમ દેશ છે. અમે કોઈ પણ પ્રકારની બહારની દખલગીરીનો સ્વીકાર નહીં કરીએ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી સંપૂર્ણપણે બ્રાઝિલની ન્યાયતંત્રને આધિન છે અને તે કોઈપણ બાહ્ય દબાણને આધિન રહેશે નહીં. બળવાના કાવતરાખોરોની ચાલી રહેલી સુનાવણી બ્રાઝિલની અદાલતો માટે એક બાબત છે, અને તેઓ ધમકીઓ અથવા બહારના હસ્તક્ષેપથી પ્રભાવિત થશે નહીં. બ્રાઝિલમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ હિંસા, આક્રમકતા અથવા દ્વેષપૂર્ણ ભાષણ નથી. બ્રાઝિલ ઓનલાઈન મૂકેલા દ્વેષપૂર્ણ ભાષણ, જાતિવાદ, બાળ દુર્વ્યવહાર અથવા અન્ય કોઈપણ પ્રકારના દુર્વ્યવહારને સહન કરશે નહીં. દેશમાં કાર્યરત તમામ કંપનીઓ, પછી ભલે તે બ્રાઝિલિયન હોય કે વિદેશી, તેણે બ્રાઝિલના કાયદાનું પાલન કરવું જ પડશે.

ટ્રમ્પે અઠવાડિયે જાપાન, દક્ષિણ કોરિયા અને શ્રીલંકા સહિતના દેશોને બાવીસ tarif લૅટર પોસ્ટ કર્યા છે, જેમાં તેમના માલ પર નવા ટૅરિફની (Donald Trump Tariff) રૂપરેખા જણાવવામાં આવી છે. જોકે, બ્રાઝિલને તો શંકા હતી જ કારણકે આ પહેલાં પણ વ્હાઇટ હાઉસે તેના માલસામાન પર ૧૦ ટકા ટૅરિફ વધારાની જાહેરાત કરી હતી.

Tarrif donald trump united states of america brazil world news business news white house