દુબઈ ઍરપોર્ટ પર રનવે પાસે ડ્રોન તૂટી પડ્યું, ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ

08 March, 2026 07:45 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ડ્રોન પડવાથી જોરદાર વિસ્ફોટ થયો હતો અને ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એક ઈરાની ડ્રોન રનવે પાસે તૂટી પડવાની ક્ષણનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે, જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ડ્રોન પડવાથી જોરદાર વિસ્ફોટ થયો હતો અને ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ઍરપોર્ટના અધિકારીઓએ મુસાફરો અને ક્રૂની સલામતીને પ્રાથમિકતા આપતાં ફ્લાઇટની કામગીરી તાત્કાલિક અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી. જોકે પરિસ્થિતિ થાળે પડ્યા બાદ કેટલીક સેવાઓ આંશિક રીતે ફરી શરૂ કરવામાં આવી છે.

દુબઈ સરકારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઍરપોર્ટ પર ડ્રોનનો કાટમાળ પડવાની એક નાની ઘટના બની હતી, જેમાં કોઈને ઈજા થઈ નથી.

સરકારે સોશ્યલ મીડિયા પર ઍરપોર્ટ પર બનેલી ઘટનાઓની અફવાઓને ફગાવી દીધી હતી, પરંતુ વિસ્તૃત માહિતી આપી નહોતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશની ઍર ડિફેન્સ સિસ્ટમ ઈરાન તરફથી મિસાઇલ અને ડ્રોનના હુમલાઓનો જવાબ આપી રહી છે.

international news world news dubai middle east crisis iran israel united states of america