15 February, 2025 07:29 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને ઇલોન મસ્ક
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે વૉશિંગ્ટન DCમાં સ્પેસઍક્સ, કાર-કંપની ટેસ્લા અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના સર્વેસર્વા ઈલૉન મસ્કને મળ્યા હતા. નરેન્દ્ર મોદીને મળવા મસ્ક સપરિવાર આવ્યા હતા. મસ્કને મળતાં પહેલાં નરેન્દ્ર મોદી નવનિયુક્ત ડાયરેક્ટર ઑફ નૅશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગૅબાર્ડને મળ્યા હતા અને તમે આ વાંચી રહ્યા હશો ત્યારે તેઓ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને પણ મળી ચૂક્યા હશે.