ઈલૉન મસ્ક લાવી રહ્યા છે વિશ્વનો સૌથી મોટો IPO

22 May, 2026 11:31 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

રૉકેટ કંપની સ્પેસએક્સની ૧.૨૫ ટ્રિલ્યન ડૉલરના વૅલ્યુએશન સાથેનો IPO આવ્યા પછી ઈલૉન મસ્ક બની શકે છે દુનિયાના પહેલા ખરબપતિ

ઇલોન મસ્ક

ઈલૉન મસ્કની રૉકેટ અને સૅટેલાઇટ કંપની સ્પેસએક્સ શૅરબજારમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. આ લિસ્ટિંગ અમેરિકાની વૉલ સ્ટ્રીટના ઇતિહાસનો સૌથી મોટો IPO હોઈ શકે છે. ફૉર્બ્સ બિલ્યનેર્સની યાદી મુજબ હાલમાં ઈલૉન મસ્કની નેટવર્થ ૯૦૭ બિલ્યન ડૉલર એટલે કે લગભગ ૭૭ લાખ કરોડ રૂપિયા છે. હવે ઈલૉન મસ્કે સ્પેસએક્સ કંપનીને શૅરબજારમાં લિસ્ટ કરવા માટે કંપનીનું વૅલ્યુએશન ૧.૨૫ ટ્રિલ્યન ડૉલરનું આંક્યું છે. આ વૅલ્યુએશનમાં સ્પેસએક્સમાં ઈલૉન મસ્કની મૅજોરિટી ભાગીદારીની વૅલ્યુ ૬૦૦ બિલ્યન ડૉલરથી વધુની હશે. એવામાં હાલની સંપત્તિ અને નવા લિસ્ટિંગને મેળવીને મસ્કની કુલ નેટવર્થ ૧ ટ્રિલ્યન ડૉલરના આંકડાને પાર કરી શકે છે.

international news world news elon musk ipo business news