05 January, 2026 08:14 AM IST | America | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક
વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની અમેરિકાએ ધરપકડ કરી હોવાથી વિશ્વના નંબર વન અબજોપતિ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ Xના માલિક ઈલૉન મસ્કે ગઈ કાલે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યાં હતાં અને જણાવ્યું હતું કે ‘આ જીત દુનિયા માટે છે. દુનિયાભરના તાનાશાહો માટે આ એક સ્પષ્ટ ચેતવણી છે. વેનેઝુએલા હવે એ સમૃદ્ધિ અને ખુશાલીનું હકદાર છે જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી.’
મસ્કની કંપની સ્ટાર લિન્કે વેનેઝુએલાના નાગરિકો માટે ૩ ફેબ્રુઆરી સુધી એક મહિના માટે મફત ઇન્ટરનેટ-સર્વિસ આપવાની જાહેરાત કરી છે જેથી ત્યાંના લોકો દુનિયા સાથે જોડાયેલા રહી શકે.
મસ્ક અને માદુરો વચ્ચે ઘણા સમયથી સંબંધો ખરાબ છે. માદુરોએ મસ્કને પોતાના કટ્ટર દુશ્મન ગણાવ્યા હતા. તેમણે વેનેઝુએલામાં X પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મસ્ક લગાતાર માદુરોને તાનાશાહ કહેતા હતા અને વિપક્ષનું સમર્થન કરતા રહ્યા હતા.