યુકેમાં યુનિસ વાવાઝોડાથી ભારે તારાજી, હજારો ઘરમાં અંધારપટ અને ૪૩૬ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ

19 February, 2022 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં ગઈ કાલે શક્તિશાળી વાવાઝોડા યુનિસના કારણે રસ્તા પરથી વાહનો ઉથલાઈ ગયાં હતાં, વિશાળ વૃક્ષો તૂટી ગયાં હતાં અને બિલ્ડિંગો પરથી  છત ઊડી ગઈ હતી.

યુકેમાં યુનિસ વાવાઝોડાથી ભારે તારાજી

લંડન ઃ બ્રિટનમાં ગઈ કાલે શક્તિશાળી વાવાઝોડા યુનિસના કારણે રસ્તા પરથી વાહનો ઉથલાઈ ગયાં હતાં, વિશાળ વૃક્ષો તૂટી ગયાં હતાં અને બિલ્ડિંગો પરથી 
છત ઊડી ગઈ હતી. લાખો બ્રિટનવાસીઓને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. 
પવનની સૌથી વધુ ઝડપ ૧૨૨ માઇલ પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. આ યુનિસ વાવાઝોડું વાસ્તવમાં ૧૯૮૭ના ગ્રેટ સ્ટૉર્મ કરતાં પણ વધારે ભયાનક છે. એ સમયે વેસ્ટ સુસેક્સમાં પવનની સૌથી વધુ ગતિ ૧૧૫ માઇલ પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. 
વેલ્સમાં સેંકડો સ્કૂલ્સને બંધ કરવામાં આવી હતી અને ટ્રેન્સ પણ બંધ રહી હતી. સમગ્ર ઇંગ્લૅન્ડમાં રેલ-પૅસેન્જર્સને ટ્રાવેલિંગ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. 
બ્રિટિશ ઍરવેઝે હીથ્રો અને અન્ય ઍરપોર્ટ્સ પર ૮૦થી વધારે ફ્લાઇટ્સ રદ કરી હતી. બ્રિટનમાં ગઈ કાલે કુલ ૪૩૬ ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી. માત્ર કૉર્નવૉલમાં જ ૧૪,૦૦૦થી વધુ લોકો પાવરકટના કારણે અંધારામાં રહેવા મજબૂર બન્યા હતા.

world news united kingdom