કુવૈતની ઇમારતમાં ભયાનક આગ: 5 ભારતીયો સહિત 36ના મોત અને 50 ઘાયલ

12 June, 2024 05:06 PM IST  |  Kuwait City | Gujarati Mid-day Online Correspondent

Fire Breaks out in Kuwait: આ ઇમારતમાં આશરે 160 લોકો રહે છે. આ ઘટના સવારે 6:00 વાગ્યે બની હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દક્ષિણી કુવૈતના મંગફ શહેરમાં એક ઇમારતમાં આગ લાગવાની (Fire Breaks out in Kuwait) ઘટનામાં 41 લોકનું મૃત્યુ હોવાના સમાચાર આવી રહ્યા છે. આ આગની ઘટનામાં મૃત્યુ પામનાર પાંચ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ છે તેમ જ 50 કરતા વધુ લોકો ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર, ઇમારતમાં મોટી સંખ્યામાં મલયાલમ વસ્તી રહે છે. જેમાંથી મૃત્યુ થનારમાંથી બે લોકો તમિલનાડુ અને ઉત્તર ભારતના છે. જોકે આ મામલે વધુ માહિતી સામે આવી રહી છે. આગની ઘટના અંગે કુવૈતના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઘાયલ વ્યક્તિમાંથી કેટલાકની સ્થિતિ નાજુક છે અને તેમના પર નજીકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ઇમારતમાં આશરે 160 લોકો રહે છે. આ ઘટના સવારે 6:00 વાગ્યે બની હતી. કુવૈતના દક્ષિણી અહમદી પ્રાંતના મંગફ વિસ્તારની છ માળની ઇમારતના રસોડામાં (Fire Breaks out in Kuwait) આગ લાગી જેમાં દાઝી જવાથી 43 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની મળતા જ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ દરમિયાન આગથી બચવા માટે અનેક લોકોએ ફ્લૅટમાંથી કૂદકો મારતા તેમનું મૃત્યુ થયું હતું તો કેટલાક લોકો દાઝી જવાથી અને ધુમાડામાં શ્વાસ રૂંધવાથી મૃત્યુ પામ્યા હતા.

કુવૈતમાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટમાં કહ્યું, “આજે ભારતીય શ્રમિકો સાથે જોડાયેલી દુઃખદ આગ અકસ્માતના સંદર્ભમાં દૂતાવાસે એક આકસ્મિક હેલ્પલાઈન નંબર (Fire Breaks out in Kuwait) જાહેર કર્યો છે. બધા સંબંધિત લોકોને વિનંતી છે કે તેઓ આ હેલ્પલાઈન સાથે જોડાઈને અપડેટ માહિતી મેળવે. દૂતાવાસ દરેક સંભવિત મદદ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.” કુવૈતમાં કુલ વસ્તીમાં 21 ટકા એટલે કે અંદાજે 10 લાખ જેટલા ભારતીય રહે છે.

આ ઘટના અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે ‘એક્સ’ પર એક પોસ્ટમાં (Fire Breaks out in Kuwait) કહ્યું, “કુવૈત સિટીમાં આગ લાગવાની ઘટના સાંભળીને બહુ દુઃખ થયું. આ ઘટનામાં 40 કરતાં વધુ લોકોના મરણ થયા છે અને 50 કરતાં વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂત ઘટનાસ્થળે ગયા છે. અમે આગળની માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.” “આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સમવેદના છે. ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરું છું. અમારો દૂતાવાસ આ સંદર્ભમાં તમામ સંબંધિત લોકોને સંપૂર્ણ મદદ પ્રદાન કરશે.”

કુવૈતના ગૃહ મંત્રી શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે (Fire Breaks out in Kuwait) પોલીસને મંગફ ઇમારતના માલિક, ઇમારતના ચૌકીદાર અને મજૂરો માટે જવાબદાર કંપનીના માલિકને ઘટનાસ્થળે આવજવાથી ગુનાહિત પુરાવાની તપાસ પૂરી થાય ત્યાં સુધી અટકાવવામાં આદેશ આપ્યો છે. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું, “આજે જે થયું તે કંપની અને ઈમારતના માલિકોના લાલચનું પરિણામ છે.”

kuwait fire incident international news