તાઈવાનમાં 13 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 46 લોકોના મોત

14 October, 2021 05:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દક્ષિણી તાઈવાનમાં 13 માળની એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 46 લોકોના મોત થયા છે.

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણી તાઈવાનમાં 13 માળની એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 46 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાય લોકો દાઝી ગયા છે. 

કાઉશુંગ શહેરના ફાયર વિભાગના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગ આશરે સાડા ત્રણ વાગ્યે લાગી હતી. આગ ખુબ જ વિકારાળ હતી, જો કે આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.  આ ઘટનામાં ઘાયલ થયેલા 55 લોકોનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જેમાંથી 14 લોકોએ ત્યાં જ દમ તોડ્યો હતો. 

ફાયર વિભાગના અધિકારીઓ વધુમાં જણાવ્યું હતું કે 11 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.  ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ છે. 

ફાયર વિભાગના નિવેદન અનુસાર, આગ અત્યંત તીવ્ર હતી અને આગમાં બિલ્ડિંગના અનેક માળ બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓએ સવારે 3 વાગ્યાની આસપાસ વિસ્ફોટ સાંભળ્યો હતો.

 

 

world news international news taiwan