થાઇલૅન્ડના નાઇટ ક્લબમાં ભિષણ આગ : ૧૩ના મોત, ૪૦ ઘાયલ

05 August, 2022 10:31 AM IST  |  Bangkok | Gujarati Mid-day Online Correspondent

ઘાયલોમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ

પ્રતીકાત્મક તસવીર

થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકના દક્ષિણપૂર્વમાં આવેલા ચોનબુરી પ્રાંતમાં શુક્રવારે રાત્રે એક નાઇટ ક્લબમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ૧૩ લોકોના મોત થયા છે અને ૪૦ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થાનિક સમય અનુસાર શુક્રવારે રાત્રે  લગભગ એક વાગ્યાની આસપાસ થયો હતો. આગ લાગી ત્યારે નાઇટ ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. એટલે જાનહાનિનો આંકડો હજી વધે તેવી શક્યતાઓ છે.

પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈએ જણાવ્યું હતું કે, સટ્ટાહિપ જિલ્લામાં માઉન્ટેન બી નાઇટ ક્લબમાં શુક્રવારે ૧.૦૦ વાગે આગ ફાટી નીકળી હતી. આ હુમલામાં ભોગ બનનાર મોટાભાગના થાઇ નાગરિકો છે. જોકે, કેટલાક વિદેશીઓ પણ માર્યા ગયા છે. આગ કયા કારણસર લાગી તેની માહિતી હજી સુધી મળી નથી. તે વિશે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે બચાવકાર્ય ચલુ છે. તેમજ સોશ્યલ મિડિયા પર આગના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યાં છે.

international news world news thailand bangkok