કોરોના સંક્રમણને કારણે અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન કૉલિન પૉવેલનું નિધન

18 October, 2021 07:23 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

84 વર્ષીય કૉલિન પૉવેલ વિદેશ પ્રધાનની સાથે  જૉઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેયરમેન પણ હતાં.

કૉલિન પૉવેલ

અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન કૉલિન પૉવેલનું નિધન થયું છે. તેમનુ નિધન કોરોના વાયસને કારણે થયું છે. 84 વર્ષીય કૉલિન પૉવેલ વિદેશ પ્રધાનની સાથે જૉઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેયરમેન પણ હતાં. કૉલિન પૉવેલના નિધનની જાણકારી તેમના પરિવારે ફેસબુક પર આપી છે. 

કૉલિનના પરિવારે તેમના નિધન અંગે જાણકારી આપતાં ફેસબુક પર લખ્યું, `તે હવે આ દૂનિયામાં રહ્યાં નથી, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતાં.` વિદેશ પ્રધાનના પદ દરમિયાન તેમણે અમેરિકાના હિતમાં એક પછી એક એમ અનેક મહત્વના નિર્ણયો લીધા હતાં. 

કૉલિન પૉવેલનો જન્મ 5 એપ્રિલ,1937ના રોજ ન્યૂયોર્કના હાર્લેમમાં જમૈકાના પ્રવાસીઓના ઘરે થયો હતો. સાઉથ બ્રોંક્સમાં મોટા થયા બાદ પૉવેલે ન્યૂયોર્કની સીટી કૉલેજમાં અભ્યાસ મેળવ્યો હતો. આ દરમિયાન તેમણે આરઓટીસીમાં પણ ભાગ લીધો હતો. આ સિવાય સટીક ડ્રિલ ટીમનું નેતૃત્વ પણ કર્યુ. કૈડેટ કોર તરફથી તેમને કર્નલ રેન્ક આપવામાં આવ્યો હતો. 

વર્ષ 1958માં ગ્રેજુએશન પૂર્ણ કર્યા બાદ તેમણે અમેરિકી આર્મી જોઈન કર્યુ હતું. ત્યાર બાદ પૉવેલે 1960ના દાયકા દરમિયાન વિયતનામમાં પણ સેવા આપી હતી. સેવા દરમિયાન તે બે વાર ઘાયલ થયા હતાં. વર્ષ 1979માં તેમને બ્રિગેડિયર જનરલના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. અમેરિકામાં કૉલિન પૉવેલે પ્રથમ અશ્વેત વિદેશ પ્રધાન બની ઈતિહાસ રચ્યો હતો.

world news international news united states of america