✕

દુબઈ ઍરપોર્ટ પર સ્પાઇસજેટની બેઇજ્જતી

14 November, 2026 11:25 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ફ્લાઇટોની ચેક-ઇન સર્વિસ રોકવામાં આવી : ઍરપોર્ટ આ‍ૅપરેટરને ૩૫.૮૫ કરોડ રૂપિયાની ચુકવણી બાકી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના લગભગ ૧૪ મિલ્યન દિરહામ (આશરે ૩૫.૮૫ કરોડ રૂપિયા) ચૂકવી નહીં શકનારી ભારતની લો-કૉસ્ટ બજેટ ઍરલાઇન સ્પાઇસજેટની મુશ્કેલી વધી છે. આ કારણોસર ૧૨ નવેમ્બરે દુબઈ ઍરપોર્ટના ઑપરેટરે સ્પાઇસજેટની ચેક-ઇન પ્રક્રિયા અટકાવી દીધી હતી. આ પ્રતિબંધ અમલમાં આવ્યો એ પહેલાં દુબઈ ઍરપોર્ટે અમદાવાદ અને દિલ્હી જતી ફ્લાઇટ્સ માટે ચેક-ઇનની મંજૂરી આપી હતી, પણ એ પછી ચાર ફ્લાઇટોની ચેક-ઇન મંજૂરી અટકાવી દીધી હતી. પરિણામે અમૃતસર, જયપુર, મુંબઈ અને દિલ્હી જતી ચાર ફ્લાઇટ્સ અચાનક રદ કરવામાં આવી હતી. આ ચાર ફ્લાઇટો પૅસેન્જરો વિના ભારત આવી હતી.

spicejet dubai international news united arab emirates directorate general of civil aviation dgca