12 February, 2026 08:02 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉથ થાઇલૅન્ડમાં એક એક ડે કૅર સેન્ટરમાં ૧૮ વર્ષના એક ગનમૅને સ્ટુડન્ટ્સ અને શિક્ષકોને બંધક બનાવ્યા હોવાની જાણકારી મળ્યા બાદ ઇમર્જન્સી પરિસ્થિતિ ઊભી થઈ હતી. સ્કૂલમાં ગોળીબાર પણ થયો હતો અને ઘણા લોકોનાં મૃત્યુના સમાચાર પણ આવ્યા હતા. જોકે પોલીસે જણાવ્યું હતું કે થોડા કલાકોમાં પરિસ્થિતિ ઉકેલાઈ ગઈ હતી અને ગનમૅનની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ જણાવ્યું હતું કે એક સશસ્ત્ર વ્યક્તિએ કેટલાક સ્ટુડન્ટ્સ અને શિક્ષકોને બંધક બનાવ્યા હતા અને ગોળીબારમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. લગભગ બે કલાક પછી ઘટના નિયંત્રણમાં આવી ગઈ હતી. પોલીસે જોકે તાત્કાલિક વધુ વિગતો જાહેર કરી નહોતી. થાઈ મીડિયાએ ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ આપ્યા હતા. જોકે એની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નહોતી.
ક્લાસરૂમ બંધ થયાના થોડા સમય પછી બપોરે સોંગખલા પ્રાંતની એક સ્કૂલમાં ગનમૅન પહોંચ્યો હતો અને એ પછી થોડી ગોળીબારના અવાજો સંભળાયા હતા. બંદૂકધારીનો હેતુ તાત્કાલિક જાણી શકાયો નથી.