હવે આ દેશના વડાએ ટ્રમ્પને માદુરો જેવું કરવા ચેતવણી આપી કહ્યું `તમારી રાહ જોઈ…”

06 January, 2026 09:22 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

"હું આક્રમણ, મિસાઇલ અથવા હત્યા સ્વીકારતો નથી, ફક્ત ગુપ્ત માહિતી સ્વીકારું છું," ત્રમપે ટ્રમ્પે કહ્યું. "અહીં ગુપ્ત માહિતી સાથે વાત કરો, અને અમે તમને આવકારીશું અને તથ્યો સાથે સામસામે વાત કરીશું, જૂઠાણા સાથે નહીં," ટ્રમ્પે ઉમેર્યું.

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકન સશસ્ત્ર દળો દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના થોડા દિવસો પછી, કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હવે પડકાર ફેંક્યો છે અને કહ્યું છે, "મને પકડવા આવો. હું અહીં તમારી રાહ જોઈ રહ્યો છું."

"જો અમેરિકા બૉમ્બમારો કરે છે, તો કૅમ્પેસિનો પર્વતોમાં હજારો લોકો ગેરિલા (લૅફ્ટિસ્ટ આર્મી ગ્રુપ) બની જશે. અને જો તેઓ રાષ્ટ્રપતિને અટકાયતમાં લેશે, જેને દેશનો મોટો ભાગ પ્રેમ કરે છે અને આદર આપે છે, તો તેઓ લોકોના `જગુઆર`ને મુક્ત કરશે," કોલંબિયાના રાષ્ટ્રપતિએ અમેરિકાને ચેતવણી આપી હતી. વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોએ ઑગસ્ટ 2025 માં ટ્રમ્પને આ રીતે જ "આવીને તેમને પકડવા" પડકાર ફેંક્યો હતો. "મેં ફરીથી હથિયારોને હાથ ન લગાડવાની શપથ લીધી હતી ... પરંતુ માતૃભૂમિ માટે હું ફરીથી હથિયાર ઉપાડીશ," પેટ્રોએ કહ્યું. 1990 ના દાયકામાં ડિમોબિલાઇઝેશન પહેલાં ગુસ્તાવો લૅફ્ટિસ્ટ ગેરિલા હતા.

ટ્રમ્પે રવિવારે પત્રકારોને કહ્યું હતું કે કોલંબિયા એક એવા વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે જે અમેરિકાને ડ્રગ્સ વેચી રહ્યો છે તેના પછી આ નિવેદન આવ્યું છે. "કોલંબિયા પણ ખૂબ જ બીમાર છે, એક બીમાર માણસ દ્વારા ચલાવવામાં આવે છે જેને કોકેન બનાવવાનું અને તેને યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચવાનું ગમે છે. અને તે ખૂબ લાંબા સમય સુધી તે કરશે નહીં, હું તમને કહી દઉં છું," ટ્રમ્પે કહ્યું.

"હું આક્રમણ, મિસાઇલ અથવા હત્યા સ્વીકારતો નથી, ફક્ત ગુપ્ત માહિતી સ્વીકારું છું," ત્રમપે ટ્રમ્પે કહ્યું. "અહીં ગુપ્ત માહિતી સાથે વાત કરો, અને અમે તમને આવકારીશું અને તથ્યો સાથે સામસામે વાત કરીશું, જૂઠાણા સાથે નહીં," ટ્રમ્પે ઉમેર્યું. ઑક્ટોબર 2025 માં, ટ્રમ્પે ગેરકાયદેસર ડ્રગ વેપાર સાથેના સંબંધો માટે પેટ્રો અને તેના પરિવારના સભ્યો પર આરોપ કર્યા હતા. છેલ્લા રવિવારે, વ્હાઇટ હાઉસે X પર એક વીડિયો શૅર કર્યો હતો. ક્લિપમાં માદુરોનો અમેરિકાને પડકાર ફેંકવાનો મોન્ટેજ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં વેનેઝુએલાના નેતા અને તેમની પત્ની, સિલિયા ફ્લોરેસને પકડવા માટે દરોડાના ફૂટેજનો સમાવેશ થતો હતો.

અમેરિકાને સંરક્ષણ હેતુથી ગ્રીનલૅન્ડ જોઈએ છે : ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું હતું કે અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષાનાં કારણોસર ગ્રીનલૅન્ડની જરૂર છે. ત્યાર બાદ ડેનિશ વડા પ્રધાને કહ્યું છે કે અમેરિકાને આ પ્રદેશમાં કબજો કરવાનો અધિકાર નથી. વેનેઝુએલા પર હુમલો કરીને એના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડ કર્યાના એક દિવસ પછી ટ્રમ્પે ફરીથી ભાર મૂક્યો હતો કે ‘સંસાધનોથી ભરપૂર આર્કટિક પ્રદેશ ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આ ટાપુ રશિયન અને ચીની જહાજોથી ઘેરાયેલો છે. અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી ગ્રીનલૅન્ડની જરૂર છે અને ડેન્માર્ક એ કરી શકશે નહીં.’

colombia united states of america venezuela donald trump south america international news