બોલિવિયા ફરવા ગયેલો માણસ દુનિયાની સૌથી ભયાનક જેલમાં કેવી રીતે પહોંચી ગયો?

13 April, 2024 01:12 PM IST  |  Bolivia | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ કિંગડમ (UK)ના ગ્રેટર મૅન્ચેસ્ટરમાં રહેતો જૉન હેનશો ફેબ્રુઆરીમાં બોલિવિયા ફરવા ગયો હતો, પણ લા પાઝ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તેની ડ્રગની હેરફેરના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ કિંગડમ (UK)ના ગ્રેટર મૅન્ચેસ્ટરમાં રહેતો જૉન હેનશો ફેબ્રુઆરીમાં બોલિવિયા ફરવા ગયો હતો, પણ લા પાઝ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તેની ડ્રગની હેરફેરના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જૉન પાસે બે ગ્રામ વીડ નામનું ડ્રગ મળી આવ્યું અને તેના દુ:સ્વપ્નની શરૂઆત થઈ હતી. ૩૯ વર્ષનો જૉન હાલ સૅન પેડ્રો જેલમાં છે. આ જેલ વિશ્વની સૌથી મુશ્કેલ જેલ કહેવાય છે, કારણ કે એમાં કેદીઓ માટે એક દિવસ રહેવું પણ કપરું માનવામાં આવે છે. વિવિધ ડૉક્યુમેન્ટરી અને ટીવી-શોમાં આ જેલની ક્રૂર સિસ્ટમ બતાવવામાં આવી છે. અહીં ખાવા-પીવાના, ટૉઇલેટરીઝ અને સેલના પૈસા કેદીઓએ આપવા પડે છે. એક રીતે આ જેલનું સંચાલન કેદીઓ કરે છે અને પોલીસનું કામ એક જ છે, ગુનેગારોને જેલની અંદર નાખવા.
જૉન ૫૦ દિવસ જેલમાં વિતાવી ચૂક્યો છે છતાં તેની પ્રથમ સુનાવણી થઈ નથી. જૉનને જેલમાં સ્વચ્છ પાણી અને ખોરાક નથી મળી રહ્યાં એથી તે બીમાર પડી ગયો છે. જેલનો ખર્ચ અને કાનૂની ફી માટે તેનો પરિવાર ફન્ડ ભેગું કરી રહ્યો છે.

united kingdom Crime News international news world news offbeat news