08 January, 2026 02:26 PM IST | Italy | Gujarati Mid-day Correspondent
આઇકૉનિક હિન્દુસ્તાની ઍમ્બૅસૅડર
દાયકાઓ સુધી ભારતમાં ગાડીઓમાં રાજા ગણાયેલી આઇકૉનિક હિન્દુસ્તાની ઍમ્બૅસૅડર આજે પણ લોકોની યાદોમાં સ્પેશ્યલ સ્થાન ધરાવે છે. હવે આ ગાડી જૂની ફિલ્મોમાં જ જોવા મળે છે એવું નથી. તાજેતરમાં આ ગાડી ઇટલીના મિલાન શહેરની સ્ટ્રીટ પર જોવા મળી હતી.
સોશ્યલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં ઇટલીના મિલાનમાં રસ્તા પર સાઇડમાં પાર્ક કરવામાં આવેલી એક ઍમ્બૅસૅડર દેખાય છે. એને જોઈને જ ખબર પડી જાય છે કે ગાડીની ખૂબ સારી રીતે કાળજી લેવામાં આવી છે.
આ ગાડીની વધુ એક આશ્ચર્યજનક વાત છે એની નંબરપ્લેટ. ઇટલીના રજિસ્ટ્રેશનને બદલે આ ઍમ્બૅસૅડર ભારતની અને એમાં પણ ગુજરાતની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)નું રજિસ્ટ્રેશન ધરાવે છે. ગાડીનો નંબર છે GJ-1HQ-7734.
ઑનલાઇન આ વિડિયો વાઇરલ થતાંની સાથે જ લોકોએ જાતભાતની કમેન્ટ કરીને ‘ફૅશન કૅપિટલ’માં ‘ઇન્ડિયન ઍમ્બૅસૅડર’ની હાજરીને વધાવી હતી.