24 August, 2026 12:02 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને સારી સારવાર મળે એ માટે દુનિયાભરના દિગ્ગજ ક્રિકેટરો આગળ આવ્યા છે. સુનીલ ગાવસકર અને કપિલ દેવ સહિત ૯ દેશોના કુલ ૨૧ ભૂતપૂર્વ કૅપ્ટનોએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સરકારને પત્ર લખ્યો છે. એમાં ૩ માગણી રજૂઆત કરવામાં આવી છે. એક, ઇમરાન ખાન સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે. બીજું, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇમરાન ખાનની યોગ્ય મેડિકલ તપાસ કરવામાં આવે. ત્રીજું, કોર્ટના આદેશ મુજબ સમયાંતરે પરિવારજનોને મળવા દેવામાં આવે.
છ મહિના પહેલાં પણ દુનિયાભરના ક્રિકેટરોએ પાકિસ્તાન સરકારને ચિઠ્ઠી લખી હતી. આ વખતે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ગ્રેગ ચૅપલના નેતૃત્વમાં આ પહેલ થઈ છે અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પત્ર કોઈ રાજનેતા માટે નહીં પરંતુ ક્રિકેટના જૂના સાથી માટે લખી રહ્યા છે.