11 April, 2026 07:55 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયા આખી તેલથી ટળવળી રહી છે. આ સંકટના સમયે અમેરિકાએ ૨૦ માર્ચે ઈરાન પર તેલ વેચવા પર મૂકેલી પાબંદી હટાવી હતી. અમેરિકાએ ૨૦ માર્ચ પહેલાં જ જહાજોમાં લોડ થઈ ગયેલા ઈરાની ક્રૂડ ઑઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના વેચાણ, ડિલિવરી અને ઑફ-લોડિંગની છૂટ આપી હતી. આ બૅન હટતાં જ ઈરાને તરત જ ભારત માટે ૨૦ લાખ બૅરલ ઑઇલની ખેપ રવાના કરી દીધી હતી. જયા નામનું આ જહાજ હવે ભારતના ઈસ્ટર્ન કિનારે આવી પહોંચ્યું છે. અમેરિકાએ મૂકેલા ૭ વર્ષના પ્રતિબંધ પછી ઈરાનનું તેલ પહેલી વાર ભારત આવ્યું છે. આ વાતની પુષ્ટિ સૌથી પહેલાં ઈરાન ન્યુઝ ૨૪ ચૅનલે શુક્રવારે સાંજે કરી હતી. ટૅન્કરટ્રૅકર્સ ડેટા અનુસાર ઈરાને મોકલેલું જયા ઓડિશાના દરિયાકિનારે લાંગરવામાં આવ્યું છે.