10 March, 2026 07:07 AM IST | United Arab Emirates | Gujarati Mid-day Correspondent
ભારતમાં UAEના રાજદૂત હુસેન હસન મિર્ઝા
મિડલ ઈસ્ટના ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર શરૂ કરી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ભારત સહિત અનેક દેશોમાં ઊર્જાપૂર્તિની ચિંતા મંડરાવા લાગી છે. યુદ્ધમાં સામેલ દેશો પણ અસુરક્ષાની ચરમ પર છે ત્યારે ભારતમાં UAEના રાજદૂત હુસેન હસન મિર્ઝાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં જબરો વિશ્વાસ દાખવતું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન મોદી જો ઈરાન અને ઇઝરાયલમાં બેઠેલા તેમના સમકક્ષો સાથે વાત કરશે તો તેમનો એક ફોન-કૉલ મુદાને હલ કરી શકે છે. સાચું કહું તો મને સમજાતું નથી કે અમે (UAE) આમાં કેમ સામેલ થયા છીએ? વડા પ્રધાન મોદીનો ઈરાન અને ઇઝરાયલમાં તેમના સમકક્ષોને એક ફોન આ સમસ્યા હલ કરાવી શકે છે અને યુદ્ધ પૂરું થઈ શકે છે. મોદી પરનો આ વિશ્વાસ બન્ને નેતાઓ સાથેના મજબૂત સંબંધોને કારણે છે. બન્ને દેશોને મોદી માટે ખૂબ સન્માન છે.’