22 December, 2025 08:53 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશના ચિત્તાગોંગમાં ભારતીય સહાયક હાઈ કમિશનમાં સાવચેતીના પગલારૂપે ભારતીય વીઝા-અરજી કેન્દ્રમાં વીઝા-સર્વિસ ગઈ કાલે ૨૧ ડિસેમ્બરથી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. વીઝા-કેન્દ્ર ફરીથી ખોલવાનો નિર્ણય વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી જ લેવામાં આવશે. ઉસ્માન હાદીના મૃત્યુ પછી ઊભા થયેલા તનાવને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
બંગલાદેશના સિલહટમાં ભારતીય સહાયક હાઈ કમિશન ઑફિસ અને વીઝા-અરજી કેન્દ્રમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ગુરુવારે ઇન્કલાબ મંચના પ્રવક્તા હાદીના મૃત્યુ બાદ ગણો અધિકાર પરિષદે ભારતીય સહાયક હાઈ કમિશન ઑફિસનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓ અલર્ટ પર છે.