ઝા​મ્બિયામાં ૧૯ કરોડ રોકડા રૂપિયા અને ૭ સોનાની ઈંટ સાથે ભારતીય યુવાનની ધરપકડ

21 April, 2025 08:29 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આફ્રિકી દેશ ઝા​મ્બિયામાં ઍરપોર્ટ પર ૨૭ વર્ષના ભારતીય યુવકની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

આફ્રિકી દેશ ઝા​મ્બિયામાં ઍરપોર્ટ પર ૨૭ વર્ષના ભારતીય યુવકની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ૨.૩૨ મિલ્યન ડૉલર (૧૯ કરોડ રૂપિયા)ની રોકડ અને ચાર કરોડથી વધુની કિંમતની સોનાની સાત ઈંટ જપ્ત કરવામાં આવી હતી. આરોપી આ તમામ સામાન સૂટકેસમાં ભરીને દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે તે દુબઈ પહોંચે એ પહેલાં જ ઝા​મ્બિયા પોલીસે તેને ઍરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.

international news world news zimbabwe Crime News india