✕

મલેશિયા પહેલી જાન્યુઆરીથી ભારતીયો માટે વીઝા-ફ્રી એન્ટ્રી સુવિધા બંધ કરશે

20 November, 2026 11:14 AM IST  |  Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

પહેલી ડિસેમ્બરથી વીઝા-અરજીઓ સ્વીકારવાની શરૂ થશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મલેશિયા ૨૦૨૭ની પહેલી જાન્યુઆરીથી ભારતીય નાગરિકો માટેની વીઝા-ફ્રી એન્ટ્રી સુવિધા પાછી ખેંચી લેશે. આથી હવે પછી મલેશિયાની મુસાફરી કરનારા તમામ ભારતીયોએ ત્યાં પહોંચતા પહેલાં વીઝા મેળવવા જરૂરી રહેશે. મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે ૧૭ નવેમ્બરે જાહેરાત કરી હતી કે ભારતીય પાસપોર્ટધારકો માટેની વીઝામુક્તિની સુવિધા આ વર્ષની ૩૧ ડિસેમ્બરથી બંધ થઈ જશે. ત્યાર બાદ મલેશિયામાં પ્રવેશતા ભારતીય નાગરિકોએ ત્યાં પહોંચતાં પહેલાં માન્ય વીઝા મેળવવા આવશ્યક રહેશે. પહેલી ડિસેમ્બરથી ભારતીયો ‘MyVISA’ ઑનલાઇન પોર્ટલ પર મલેશિયન વીઝા માટે અરજી કરવાનું શરૂ કરી શકશે. મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે પેન્ડિંગ વીઝા-અરજીઓ માટે પણ એક નવો નિયમ દાખલ કર્યો છે. જે અરજીઓ ૭ વર્કિંગ દિવસોમાં નવી અરજી (New Application) અથવા ચુકવણી બાકી (Pending Payment) સ્ટેટસમાં રહેશે એ આપમેળે સમાપ્ત થઈ જશે. આ નીતિ પહેલી ઑક્ટોબરથી અમલમાં આવી છે અને એ તમામ વીઝા-અરજીઓને લાગુ પડે છે, જેમાં પહેલી સપ્ટેમ્બર પહેલાં સબમિટ કરવામાં આવેલી અરજીઓનો પણ સમાવેશ થાય છે. વીઝા-ફી નૉન-રીફન્ડેબલ રહેશે.

malaysia india international news new delhi kuala lumpur