સાઉદી અરેબિયામાં ઈરાને અમેરિકાનાં ૪૭૪૨ કરોડનાં વિમાનોનો નાશ કર્યો

30 March, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈરાને અમેરિકાના સર્વેલન્સ રડારને નિશાન બનાવ્યું હોય એવી તસવીરો જાહેર કરી

ઈરાને અમેરિકાના સર્વેલન્સ રડારને નિશાન બનાવ્યું હોય એવું તસવીરોમાં જણાઈ આવે છે.

સાઉદી અરેબિયામાં અમેરિકન ઍરબેઝ પર ઈરાનના હુમલામાં ૫૦૦ મિલ્યન ડૉલર (આશરે ૪૭૪૨ કરોડ રૂપિયા)નાં અમેરિકન E-3 સેન્ટ્રી વિમાનોનો નાશ થયો હોવાનું સૅટેલાઇટથી મળેલી તસવીરોમાં જાણવા મળે છે. નાશ પામેલાં વિમાનોમાં ઍરબોર્ન વૉર્નિંગ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ (AWACS)નો પણ સમાવેશ છે. શુક્રવારે ઈરાની હુમલામાં ૩ KC-135 સ્ટ્રેટોટૅન્કરને પણ નુકસાન થયું હતું. અમેરિકા પાસે હવે ફક્ત ૧૬ AWACS બાકી હોવાનું કહેવાય છે, જે એક ઊડતું રડાર અને ઍરબોર્ન કમાન્ડ સેન્ટર છે જે હવાઈ હુમલાની ચેતવણીઓને ટ્રૅક કરે છે અને અમેરિકાના ઍર ઑપરેશન્સની કામગીરીનું નિર્દેશન કરે છે. ઈરાને અમેરિકાના સર્વેલન્સ રડારને નિશાન બનાવ્યું હોય એવું તસવીરોમાં જણાઈ આવે છે.

અમેરિકાએ ઈરાન પર કુલ ૮૫૦ ટૉમાહૉક મિસાઇલ્સ છોડી

બે વર્ષમાં ૩૪ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થાય છે આ મિસાઇલ

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાએ ટૉમાહૉક ક્રૂઝ મિસાઇલ્સનો વ્યાપક ઉપયોગ કર્યો છે જેને અમેરિકાના શસ્ત્રાગારમાં મુખ્ય હથિયાર માનવામાં આવે છે. ચાર અઠવાડિયાંમાં ૮૫૦થી વધુ મિસાઇલ્સ છોડવામાં આવી હતી. એવો અંદાજ છે કે અમેરિકન નેવી પાસે આશરે ૪૦૦૦ ટૉમાહૉક મિસાઇલ્સ હતી. જો આ સાચું હોય તો ટૉમાહૉક મિસાઇલ્સનો લગભગ એક ચતુર્થાંશ ભાગ ખાલી થઈ ગયો છે. આનાથી સંરક્ષણ મંત્રાલયમાં ચિંતા વધી છે. ૩૪ કરોડ રૂપિયાની ટૉમાહૉક બનાવવા માટે આશરે બે વર્ષનો સમય લાગે છે. નિષ્ણાતોનો અંદાજ છે કે આ ખાલી જગ્યા ભરવામાં ઘણાં વર્ષો લાગશે.

international news world news iran israel united states of america saudi arabia