✕

ઈરાને હૉર્મુઝની ખાડીમાંથી પસાર થવાની ભારત સહિતના ૪ દેશોનાં જહાજોને આપી છૂટ

05 November, 2026 11:56 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

જોકે ઈરાન ભારત અને ચીન પાસેથી ટ્રાન્ઝિટ શુલ્ક (ટોલ) વસૂલી રહ્યું છે, પરંતુ કતરનાં જહાજોને શુલ્ક વિના પસાર થવા દે છે. જોકે આ નવા નિર્ણયમાં ટોલ વિશે કોઈ સ્પષ્ટતા નથી. 

હોર્મુઝની ખાડી

અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ભારત, ચીન, ઇરાક અને કતરનાં જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા માટે છૂટ આપી છે. ટર્કીની સરકારી ન્યુઝ-એજન્સી અનુસાર ઈરાન સંસદની સુરક્ષા અને વિદેશનીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકદ્દમે જણાવ્યું હતું કે આ ચારેય દેશોનાં જહાજો કોઈ પણ રોકટોક વિના આ માર્ગ પરથી પસાર થઈ શકશે.
આ નિર્ણય પાછળ ઈરાન અને આ દેશો વચ્ચેનાં પરસ્પર હિતો સંકળાયેલાં છે. ઈરાન ભારતમાંથી દવાઓ આયાત કરવા માટે ભારતીય જહાજોને મદદ કરી રહ્યું છે, જ્યારે ચીનનું રાજકીય સમર્થન મેળવવા માટે તેમના જહાજોને છૂટ અપાઈ છે. જોકે ઈરાન ભારત અને ચીન પાસેથી ટ્રાન્ઝિટ શુલ્ક (ટોલ) વસૂલી રહ્યું છે, પરંતુ કતરનાં જહાજોને શુલ્ક વિના પસાર થવા દે છે. જોકે આ નવા નિર્ણયમાં ટોલ વિશે કોઈ સ્પષ્ટતા નથી. 

international news world news iran hormuz strait india