ઈરાને મિસાઇલ પર સ્પેનના વડા પ્રધાનના નો ટુ વૉર મેસેજ લખેલાં સ્ટિકર લગાવીને એને ઇઝરાયલ પર છોડી

24 March, 2026 09:46 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સે ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી મિસાઇલ પર સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝના ‘નો ટુ વૉર’ લખેલાં સ્ટિકર લગાવ્યાં હતાં

એમાં અંગ્રેજી અને ફારસી બન્ને ભાષામાં સંદેશ દર્શાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું હતું કે ‘આ યુદ્ધ માત્ર ગેરકાયદે જ નથી, અમાનવીય પણ છે.

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સે ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી મિસાઇલ પર સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝના ‘નો ટુ વૉર’ લખેલાં સ્ટિકર લગાવ્યાં હતાં. આ મુદ્દે જે તસવીરો બહાર આવી છે એમાં અંગ્રેજી અને ફારસી બન્ને ભાષામાં સંદેશ દર્શાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું હતું કે ‘આ યુદ્ધ માત્ર ગેરકાયદે જ નથી, અમાનવીય પણ છે. આભાર, વડા પ્રધાન.’  લૉન્ચ દરમ્યાન ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC)ના કર્મચારીઓ અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યા છે.

ઈરાનનું આ પગલું સાંચેઝે તાજેતરના ટીવી-સંબોધનમાં સ્પેનની સ્થિતિને સ્પષ્ટપણે જાહેર કરી એના થોડા દિવસ પછી આવ્યું છે. ઈરાન પર અમેરિકા-ઇઝરાયલી હુમલાઓની ખુલ્લેઆમ ટીકા કરનારા થોડા યુરોપિયન નેતાઓમાં સાંચેઝે આ હુમલાઓને અન્યાયી, ગેરકાયદે અને ખતરનાક ગણાવ્યા હતા. સ્પેને ખુલ્લેઆમ અમેરિકા-ઇઝરાયલી હુમલાઓની ટીકા કરી હતી અને યુદ્ધના માનવતાવાદી અને આર્થિક પરિણામો પર પ્રકાશ પાડ્યો છે અને શાંતિનો આગ્રહ કર્યો છે.

international news iran middle east crisis israel world news spain