29 March, 2026 11:34 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠને અહેવાલ આપ્યો છે કે શુક્રવારે મોડી રાત્રે બુશહર પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર ફરી એક વાર પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. ૨૮ ફેબ્રુઆરીથી ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ શરૂ થયા પછી પ્લાન્ટ પર આ ત્રીજો હુમલો છે. આ સંદર્ભમાં ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી (IAEA)એ ચેતવણી આપી છે કે હુમલાઓથી હજી સુધી કોઈ નુકસાન થયું નથી, પરંતુ પરમાણુ સુવિધાઓ પર વારંવારના હુમલાઓથી ગંભીર પરિણામો આવી શકે છે.
તાજેતરના હુમલામાં જાનહાનિ, ભૌતિક નુકસાન અથવા તકનીકી વિક્ષેપોના કોઈ અહેવાલ નથી. ઈરાની સંગઠને આ હુમલા માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યાં છે.
IAEAએ જણાવ્યું હતું કે ઈરાને એને હુમલાની જાણ કરી હતી. IAEAના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ ફરીથી ઊંડી ચિંતા વ્યક્ત કરી અને પરમાણુ અકસ્માતના જોખમને ટાળવા માટે મહત્તમ લશ્કરી નિયંત્રણ માટે હાકલ કરી હતી.