✕

અમેરિકા કે ઇઝરાયલ હુમલો કરે તો સમુદ્રની અંદરના ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની ઈરાનની ધમકી

25 October, 2026 11:59 AM IST  |  iran | Gujarati Mid-day Correspondent

હોર્મુઝની ખાડીમાં કેબલ કપાવાથી વૈશ્વિક ઇન્ટરનેટને મોટી અસર નહીં થાય, પરંતુ અખાતી દેશોમાં ઑનલાઇન સર્વિસ લાંબા સમય સુધી ખોરવાઈ શકે છે

હોર્મુઝની ખાડી

ઈરાનના વરિષ્ઠ સુરક્ષા-અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો અમેરિકા અને ઇઝરાયલ તેમના પર હવે ફરી હુમલો કરશે તો તેઓ અખાતના સમુદ્રમાં રહેલા ઇન્ટરનેટ કેબલને નિશાન બનાવશે. ઇન્ટરનૅશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)ના આંકડા મુજબ દુનિયાભરનો ૯૯ ટકા ઇન્ટરનેટ ટ્રાફિક સમુદ્રની અંદર રહેલા કેબલ મારફત ચાલે છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા કેબલ વૈશ્વિક ટ્રાફિકના એક ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવે છે તેથી દુનિયાભરમાં ઇન્ટરનેટને બહુ મોટી અસર નહીં થાય. 

જોકે અખાતના દેશોમાં ઇન્ટરનેટ ઍક્સેસ, ઑનલાઇન પેમેન્ટ અને ક્લાઉડ સર્વિસ અઠવાડિયાંઓ સુધી ધીમી પડી જવાની શક્યતા છે. ઈરાને સમારકામની કામગીરી અટકાવવાની યોજના પણ બનાવી છે જેથી આ મુશ્કેલી લાંબો સમય યથાવત્ રહે.

international news iran israel united states of america world news hormuz strait