ઈરાનના સુપ્રીમ લીડરની ભાણેજની ધરપકડ

29 November, 2022 10:36 AM IST  |  Baghdad | Gujarati Mid-day Correspondent

ફરિદેહે ઈરાનની સરકારની સાથે તમામ સંબંધો કાપી નાખવા માટે વિદેશોને અપીલ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બગદાદ : ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખોમેનીની ભાણેજ ફરિદેહ મોરાદખાનીની ધરપકડ કરવામાં આવી છે, કેમ કે ફરિદેહે ઈરાનની સરકારની સાથે તમામ સંબંધો કાપી નાખવા માટે વિદેશોને અપીલ કરી હતી. મોરાદખાની બુધવારે અદાલતના આદેશ પર ન્યાય અધિકારીની ઑ​ફિસમાં ગઈ હતી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવમાં ફરિદેહે એક વિડિયો જારી કર્યો હતો, જેમાં તેણે ઈરાનની સરકારને ‘મર્ડરર’ અને ‘બાળકોનો હત્યારો’ ગણાવી હતી. ફરિદેહ એક જાણીતી માનવાધિકાર કાર્યકર્તા છે. 

international news iraq baghdad