Iraq Mall Fire: ઈરાકનો શૉપિંગ મૉલ આગની લપેટમાં- ૫૦ લોકો જીવતેજીવ બળી ગયાં

17 July, 2025 12:38 PM IST  |  Iraq | Gujarati Mid-day Online Correspondent

Iraq Mall Fire: સૌથી મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અત્યારસુધીમાં પચાસ લોકો કાળનો કોળિયો બની ગયાં છે.

પ્રતીકાત્મક તસવીર

ઈરાકમાંથી આગ લાગવાની (Iraq Mall Fire) ભયાવહ ઘટના બની છે. પૂર્વીય ઇરાકના અલ-કુટ શહેરમાં એક હાઇપરમાર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગના બનાવમાં પચાસ લોકોના મોત થયાં છે. આ સાથે જ સમાચાર મળી રહ્યા છે કે અલ-કુટમાં ફાઇવ ફ્લોરની એક બિલ્ડિંગમાં આગની પ્રચંડ જ્વાળાઓ જોવા મળી હતી. આ આગની ઘટના બન્યા બાદ ફાયર ટેંડર્સ દ્વારા તેને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યા છે.

જોકે, આગ (Iraq Mall Fire) લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું ન હતું. આ ભીષણ આગની ઘટનાના વિડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રિપોર્ટ પ્રમાણે સૌથી મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અત્યારસુધીમાં પચાસ લોકો કાળનો કોળિયો બની ગયાં છે. ત્યાંના રાજ્યપાલે જણાવ્યું છે કે તપાસના પ્રારંભિક તારણો ૪૮ કલાકમાં જાહેર કરવામાં આવશે.

આ બનાવ (Iraq Mall Fire) બાદ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવાયું છે કે અત્યાર સુધીમાં અમે લોકોએ ૫૯ જેટલી ડેડબૉડીની ઓળખ કરી લીધી છે. માત્ર એક બૉડી ખૂબ જ ગંભીર રીતે બળી ગઈ હોવાથી તેની ઓળખ શક્ય નથી બની રહી. હાલ તમામ ડેડબૉડીઓને મૉલમાંથી બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.”

ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ જણાવ્યું હતું કે અમે બિલ્ડિંગ અને મૉલના માલિક સામે કેસ દાખલ કર્યો છે. મૉલ બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થા અને અગ્નિ સુરક્ષા ઉપકરણોની પણ તપાસ કરવામાં આવી રહી છે”

Iraq Mall Fire: તમને જણાવી દઈએ કે બગદાદથી 160 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્થિત શહેરની એક હોસ્પિટલના બેડને ભરીભરીને એમ્બ્યુલન્સોનો કાફલો મૉલમાંથી ડેડબૉડીને બહાર કાઢી રહ્યો છે. અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે આ મૉલ મોલ હજી તો પાંચ દિવસ પહેલાં જ ઑપન થયો હતો. પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે આ આગ પહેલા માળે લાગી હતી. અત્યારે સળગેલી લાશોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે વિડીયો- અહીં જોઈ શકાય છે વિડીયો

ગુજરાતી મિડડે ડૉટ કૉમના સોશિયલ પેજ પર તમે આ ભીષણ આગનો વીડિયો જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર ફરતી આ બધી ક્લિપ્સમાં જોઈ શકાય છે કે આગ દરમિયાન છત પર કેટલાંક લોકો બળી ગયેલાં જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર શહેરની હોસ્પિટલમાં પણ હવે તો આ ડેડબોડીઝને મૂકવા માટે જગ્યા બચી નથી. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને દેશભરમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં 2023માં ઇરાકમાં એક લગ્ન સમારોહ દરમિયાન ભારે આગ ફાટી નીકળી હતી, જેમાં સોથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

international news world news iraq fire incident