12 January, 2026 01:16 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલમાં એક વાર ફરીથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના સૌથી નજીકના સહયોગી શંકાના ઘેરામાં આવ્યા છે.
છેલ્લાં ૩ અઠવાડિયાંથી ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શનો થઈ રહ્યાં છે. રાજધાની તેહરાન અને મશાદ શહેરોમાં લોકો રોડ પર ઊતરી આવ્યા છે. અમેરિકા પ્રદર્શનકારીઓને સાથ આપવાની વાત કરી રહ્યું છે અને ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘ઈરાન સ્વતંત્રતા ઝંખે છે. આવું પહેલાં કદી જોવા નથી મળ્યું. અમેરિકા તેમને હેલ્પ કરવા તૈયાર છે.’
સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની સ્ટ્રૅટેજી વિશે પણ ચર્ચા કરી લીધી છે. ટ્રમ્પ ઈરાન પર સ્ટ્રાઇક કરવા વિશે ગંભીરતાથી વિચારે છે એવામાં ઈરાનની પાર્લમેન્ટના સ્પીકરે અમેરિકાને ખોટો અંદાજ ન લગાવવાની ચેતવણી આપી છે. ઈરાને ગઈ કાલે ધમકી આપી હતી કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો તેઓ ઇઝરાયલ અને અમેરિકન મિલિટરી બેઝ પર વળતો હુમલો કરશે. આ સમાચારો વચ્ચે ઇઝરાયલનાં સૂત્રોએ કહ્યું હતું કે ઇઝરાયલ કોઈ પણ પ્રકારની અમેરિકન દખલઅંદાજીની સંભાવનાને લઈને હાઈ અલર્ટ પર છે.
ઇઝરાયલમાં રાજનીતિક તોફાન: નેતન્યાહુના ચીફ આૅફ સ્ટાફ બ્રેવરમૅન પોલીસ-કસ્ટડીમાં
ઇઝરાયલમાં એક વાર ફરીથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના સૌથી નજીકના સહયોગી શંકાના ઘેરામાં આવ્યા છે. ઇઝરાયલની પોલીસે ગાઝા યુદ્ધ દરમ્યાન સંવેદનશીલ સૈન્ય-સૂચનાઓ લીક થવાના કેસની તપાસમાં અવરોધ ઊભો કરવા બદલ નેતન્યાહુના હાલના ચીફ આૅફ સ્ટાફ ત્જાચી બ્રેવરમૅનને પકડી લીધા છે.