ઇઝરાયલની ચેતવણી : ઈરાનની મિસાઇલો લંડન, પૅરિસ અને બર્લિન સુધી પહોંચી શકે

23 March, 2026 11:37 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

ઈરાને ૪૦૦૦ કિલોમીટર દૂર ડીએગો ગાર્સિયા પર હુમલો કર્યો એટલે ચિંતા વધી

ઇઝરાયલનું કહેવું છે કે ઈરાન પાસે લંડન, પૅરિસ અથવા બર્લિન સુધી પહોંચી શકે એવી મિસાઈલો છે

હિન્દ મહાસાગરમાં ઈરાનથી આશરે ૪૦૦૦ કિલોમીટર દૂર આવેલા ડીએગો ગાર્સિયામાં અમેરિકા અને ઇંગ્લૅન્ડના ઍરબેઝ પર બે ઈરાની બૅલિસ્ટિક મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ ઇઝરાયલે યુરોપિયન રાષ્ટ્રોને ચેતવણી આપી છે. ઇઝરાયલનું કહેવું છે કે ઈરાન પાસે લંડન, પૅરિસ અથવા બર્લિન સુધી પહોંચી શકે એવી મિસાઈલો છે, ઈરાની આતંકવાદી શાસને પ્રદેશના ૧૨ દેશો સામે હુમલા કર્યા છે અને એક એવી ક્ષમતા વિકસાવી રહ્યું છે જે વધુ વ્યાપક ખતરો ઊભો કરે છે.

ઇઝરાયલે જણાવ્યું હતું કે ‘ઑપરેશન રોરિંગ લાયન’ની શરૂઆત પછી ઈરાની આતંકવાદી શાસને પહેલી વાર લાંબા અંતરની મિસાઇલ લૉન્ચ કરી હતી જે લગભગ ૪૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. જૂન ૨૦૨૫માં ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ દરમ્યાન ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ ખુલાસો કર્યો હતો કે ઈરાની શાસન ૪૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકે એવી મિસાઇલ વિકસાવવાનો ઇરાદો ધરાવે છે જે યુરોપ, એશિયા અને આફ્રિકાના ડઝનબંધ દેશો માટે ખતરો છે. એ વખતે ઈરાની શાસને આ વાતનો ઇનકાર કર્યો હતો.

international news world news united states of america iran israel middle east crisis england london paris berlin