જેફ બેઝોસે માત્ર ૪ મિનિટની સ્પેસ ટૂર માટે ૫.૫ અબજ ડૉલરનો ધુમાડો કર્યો

25 July, 2021 09:18 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જેફ બેઝોસે અંતરિક્ષની યાત્રા કરવાનું પોતાનું સ્વપ્ન તાજેતરમાં જ પૂરું કર્યું છે

તસવીર સૌજન્યઃ એ.એફ.પી.

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ અને ઍમેઝૉનના સ્થાપક જેફ બેઝોસે અંતરિક્ષની યાત્રા કરવાનું પોતાનું સ્વપ્ન તાજેતરમાં જ પૂરું કર્યું છે. ચાર મિનિટની અંતરિક્ષ મુસાફરી પાછળ ૫.૫ અબજ ડૉલરનો જંગી ખર્ચ તેમણે કર્યો છે. બીજી રીતે સરખામણી કરવામાં આવે તો આ રકમમાંથી દુનિયાની ઘણી સમસ્યાનો અંત આવી શક્યો હોત, જેમ કે ૩.૭૫ કરોડ લોકોને આ રકમમાંથી ભૂખમરામાંથી ઉગારી શકાયા હોત. ગરીબ દેશો કોરોનાની વૅક્સિન મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે. યુનાઇટેડ ન.શન્સ આવા દેશો માટે ૨૦૦ કરોડ ડોઝની વ્યવસ્થા કરવા માગે છે અને એની પાછળ ૨.૬ અબજ ડૉલરનો ખર્ચ થવાનો છે. આમ અંતરિક્ષ યાત્રાની રકમમાંથી તમામ ગરીબ દેશોને વૅક્સિન મળી શકી હોત.

international news