✕

અમેરિકામાં પહેલાં માઇક્રોસૉફ્ટ, પછી ફ્લાઇટ્સ અને હવે બૅન્કો ઠપ્પ

18 November, 2026 11:30 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સોમવારે અમેરિકાની મોટી બૅન્કોની સિસ્ટમમાં આવેલી ટેક્નિકલ ખામીને કારણે લાખો લોકો ટ્રાન્ઝેક્શન ન કરી શક્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાની મુખ્ય બૅન્કોની સિસ્ટમો સોમવારે સંપૂર્ણપણે ઠપ થઈ જતાં ખાતેદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટેક્નિકલ ખામીને કારણે અમેરિકાની ઘણી બૅન્કોમાં ઑનલાઇન સેવાઓ પર અસર પડી હતી. કેટલાક ગ્રાહકો તેમનાં અકાઉન્ટ્સમાં લૉગ ઇન કરી શકતા નહોતા, જ્યારે ઘણા ગ્રાહકોના વ્યવહારો અટવાઈ ગયા હતા. આ ઘટના પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે બૅન્કિંગ સિસ્ટમ શા માટે ખરાબ થઈ અને ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે કે નહીં.

૧. ડાઉનડિટેક્ટર પર ફરિયાદોઃ ગ્રાહકોએ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર પર બૅન્કિંગ સેવાઓમાં સમસ્યાઓની જાણ કરી હતી.

૨. ઘણી બૅન્કોની સેવાઓ પ્રભાવિત : અમેરિકામાં મુખ્ય બૅન્કો જેમ કે જે. પી. મૉર્ગન ચેઝ, બૅન્ક ઑફ અમેરિકા, વૅલ્સ ફાર્ગો, યુ. એસ. બૅન્ક અને ટ્રુઈસ્ટના ગ્રાહકોએ ઑનલાઇન સેવાઓમાં સમસ્યાઓની ફરિયાદ કરી હતી.

૩. વિલંબમાં થયાં ટ્રાન્ઝેક્શન : કેટલાક ગ્રાહકોને ભંડોળ ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જ્યારે અન્ય લોકો તેમના ખાતાના બૅલૅન્સ અને તાજેતરના વ્યવહારો તપાસવામાં અસમર્થ રહ્યા હતા.

૪. લૉગ ઇન સમસ્યાઃ ઘણા ગ્રાહકો મોબાઇલ ઍપ્લિકેશન અથવા બૅન્કની વેબસાઇટ દ્વારા તેમના ખાતામાં લૉગ ઇન કરવામાં અસમર્થ રહ્યા હતા.

૫. બૅન્કોની સ્પષ્ટતા : જે.પી. મૉર્ગન ચેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેક્નિકલ ખામીને કારણે કેટલાક વ્યવહારોમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો હતો.

૬. ટેક્નિકલ ખામી : આ સમસ્યા જે.પી. મૉર્ગન ચેઝની આંતરિક હાર્ડવેર સિસ્ટમમાં સૉફ્ટવેર ખામીને કારણે થઈ હતી.

૭. Zelle પેમેન્ટને પણ અસરઃ કેટલાક ગ્રાહકોને Zelle દ્વારા નાણાં મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો.

૮. ગ્રાહકોનાં અકાઉન્ટ્સ
સુરક્ષિત : ​​જે. પી. મૉર્ગન ચેઝના જણાવ્યા અનુસાર ગ્રાહકોનાં અકાઉન્ટ્સ અને નાણાં સુરક્ષિત હતાં. હાલમાં કોઈનાં ખાતાંમાં કોઈ નુકસાનની પુષ્ટિ નથી. બૅન્કની તમામ સિસ્ટમ બરાબર કામ કરે છે.

united states of america cyber crime digital payment washington international news