28 March, 2025 06:31 AM IST | Seoul | Gujarati Mid-day Online Correspondent
BTSના મેમ્બર સુગા અને જે-હોપ (તસવીર: મિડ-ડે)
દક્ષિણ કોરિયાનું બોય બૅન્ડ BTS દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. બીટીએસની ભારતમાં પણ ખૂબ જ મોટી ફૅન ફોલોઇંગ છે. ઉલ્લેખનીય છે કે આ કે-પૉપ બૅન્ડ પોતાના શો કરવાની સાથે દુનિયા પર આવેલી આપત્તિથી બહાર નીકળવા માટે અનેક વખત લાખો રૂપિયાની ચેરિટી અને ડોનેશન પર કર્યા છે. તાજેતરમાં બીટીએસ દ્વારા જંગલની આગ વચ્ચે રાહત માટે મોટું ડોનેશન આપવામાં આવ્યું છે.
દક્ષિણ કોરિયન બૉય બૅન્ડ BTS ના સભ્યો સુગા અને જે-હોપે સાઉથ કોરિયામાં લાગેલી વિનાશક જંગલી આગ વચ્ચે રાહત પ્રયાસોના ભાગ રૂપે 100 મિલિયન વૉન (58.5 લાખ રૂપિયા) નું દાન આપ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 18 લોકોના જીવ ગયા છે. જે-હોપે હોપ બ્રિજ આપત્તિ રાહત ભંડોળમાં દાન આપ્યું છે, જ્યારે સુગાએ કોરિયન રેડ ક્રોસને નાણાકીય મદદ કરી છે.
BTS J-હોપ અને સુગાએ શું કહ્યું?
K-આયડલ્સે એક નિવેદન શૅર કર્યું જેમાં લખ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે ચાલી રહેલી જંગલની આગ શક્ય તેટલી વહેલી તકે ઓલવાઈ જશે. અમને આશા છે કે જેમણે પોતાના ઘર ગુમાવ્યા છે અને આમ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને જેઓ આગ ઓલવવા માટે સખત મહેનત કરી રહ્યા છે તેઓ ટૂંક સમયમાં વધુ શાંતિપૂર્ણ રોજિંદા જીવનમાં પાછા ફરી શકશે. અમને આશા છે કે આ દાન થોડી પણ આરામ અને આશા આપી શકે છે.”
દક્ષિણ કોરિયામાં જંગલી આગ વિશે
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાના દક્ષિણપૂર્વ વિસ્તારના જંગલોમાં લાગેલી આગને લીધે મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે, જ્યારે એક વ્યક્તિ હજી પણ ગુમ છે. અગ્નિશામકો હજુ પણ ઝડપથી ફેલાતી આગને કાબુમાં લેવા માટે કામ કરી રહ્યા છે, જે તીવ્ર, સૂકા પવનોને કારણે બળી રહી છે. આગમાં અત્યાર સુધીમાં 17,000 હેક્ટર જંગલ અને 209 ઘરો અને કારખાનાઓનો નાશ થયો છે. સિલા રાજવંશ દરમિયાન 681 માં બાંધવામાં આવેલ પ્રાચીન સ્થળ, ઉઇસોંગમાં ગૌન મંદિરને પણ આગ લાગી હતી, જોકે ત્યાં રાખેલા રાષ્ટ્રીય ખજાનાને સલામતી માટે સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.
સુગાનો 7 મહિનામાં પહેલી વખત જાહેરમાં જોવા મળ્યો
જે-હોપે તેની લશ્કરી ફરજો પૂર્ણ કરી રહ્યો છે, કારણ કે 2024ના ઑક્ટોબરમાં જ્યારે સુગાનો નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ ચર્ચામાં આવ્યો હતો. સુગાને ઇલેક્ટ્રિક સ્કૂટર પર નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ કોર્ટે 15 મિલિયન વોન (રૂ. 9.5 લાખ) નો દંડ ફટકાર્યો હતો. તે હાલમાં દક્ષિણ કોરિયામાં તેની ફરજિયાત લશ્કરી સેવા પૂર્ણ કરી રહ્યો છે. 6 ઑગસ્ટના રોજ મધ્ય સિઓલમાં નશામાં ઇ-સ્કૂટર ચલાવવા બદલ તેની તપાસ કરવામાં આવી હતી. તે સમયે તેના લોહીમાં આલ્કોહોલનું સ્તર 0.227 ટકા હતું, જે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાવવા માટે 0.08 ટકા કરતા ત્રણ ગણું વધારે હતું. ગીતકાર અને રૅપરે આ ઘટના માટે માફી માગી હતી અને તેને "બેદરકારી અને ખોટું વર્તન" ગણાવ્યું હતું.