ઑસ્ટ્રેલિયામાં ભારતીયોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતાં ખાલિસ્તાનીઓને પેટમાં દુઃખ્યું

15 August, 2025 06:50 PM IST  |  Australia | Gujarati Mid-day Online Correspondent

જોકે, આ વિક્ષેપ અલ્પજીવી રહ્યો. તે બાદ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના જોરદાર જયઘોષ વચ્ચે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. જોકે આ મામલે કોઈની ધરપકડના અહેવાલ નથી અને કોઈ જાનહાનિનાં પણ અહેવાલ જાહેર કરવામાં આવ્યા નથી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)

ભારત તેના 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પણ ત્યાં રહેતા ડાયસ્પોરા દ્વારા અને ત્યાંની સરકાર દ્વારા ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. જોકે ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાય દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે રૅલી કાઢવામાં આવી ત્યારે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ તેમ વિક્ષેપ પડતાં મોટો હોબાળો થયો હતો. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં શુક્રવારે ભારતીય નાગરિકો દ્વારા કરવામાં આવેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં ખાલિસ્તાન સમર્થકોએ મોટો વિક્ષેપ પાડ્યો હતો.ઑસ્ટ્રેલિયન મીડિયાનાં અહેવાલ મુજબ, ભારતીય સમુદાયના સભ્યો 79મા સ્વતંત્રતા દિવસની શાંતિપૂર્ણ ઉજવણી કરવા માટે કોન્સ્યુલેટની બહાર એકઠા થયા હતા, ત્યારે ખાલિસ્તાન સમર્થકોએ ખાલિસ્તાની ધ્વજ સાથે કાર્યક્રમમાં વિક્ષેપ પાડ્યો હતો. સ્થળ પરથી એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. વીડિયો ક્લિપમાં બે જૂથો વચ્ચે જોરદાર ઝઘડો થયો હોવાનું જોવા મળી રહ્યું છે, જેમાં કાયદા અમલીકરણ અધિકારીઓ તેમને અલગ કરવા અને વધુ ઉગ્રતાને રોકવા માટે આગળ આવ્યા હતા.

જોકે, આ વિક્ષેપ અલ્પજીવી રહ્યો. તે બાદ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના જોરદાર જયઘોષ વચ્ચે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. જોકે આ મામલે કોઈની ધરપકડના અહેવાલ નથી અને કોઈ જાનહાનિનાં પણ અહેવાલ જાહેર કરવામાં આવ્યા નથી.

પીએમ ઍન્થોની અલ્બાનીઝે ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનીઝે ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઑસ્ટ્રેલિયા અને વિશ્વભરના ભારતીયોને શુભેચ્છાઓ પાઠવી. "ઑસ્ટ્રેલિયા અને વિશ્વભરના દરેક ભારતીયને ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ," તેમણે કહ્યું. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને ટાંકીને, અલ્બેનીઝે ઉમેર્યું: “જ્યારે તિરંગા વિશ્વભરમાં ગર્વથી ફરકે છે, ત્યારે ભારતીયો તેમના રાષ્ટ્રે 78 વર્ષમાં તે અસાધારણ મધ્યરાત્રિથી પ્રાપ્ત કરેલી બધી સિદ્ધિઓ પર આનંદથી પ્રતિબિંબિત કરી શકે છે, જે પૂર્વ વડા પ્રધાન નેહરુએ `ભાગ્ય દ્વારા નક્કી કરાયેલ દિવસ` તરીકે ઓળખાતી હતી.”

તેમણે આગળ કહ્યું, “લાંબા સમયથી ચાલતા અને સુસંગત મિત્ર તરીકે, ઑસ્ટ્રેલિયા ભારતની સફળતાની ઉજવણી કરે છે. ઑસ્ટ્રેલિયા અને ભારત નજીકના ભાગીદારો છે, જેમાં વિકાસ પામતા આર્થિક, વ્યૂહાત્મક અને સમુદાય સંબંધો છે - જે આદર, મિત્રતા અને સહકારની ભાવના દ્વારા વ્યાખ્યાયિત છે.”

ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓ દ્વારા સ્વામિનારાયણ મંદિરનું વિકૃતીકરણ

ગયા મહિનાની શરૂઆતમાં, ખાલિસ્તાનનું સમર્થન કરતાં અલગતાવાદીઓએ ઑસ્ટ્રેલિયાના બોરોનિયામાં સ્વામિનારાયણ મંદિરનું વિકૃતીકરણ કર્યું હતું. મંદિરની દિવાલ પર દ્વેષપૂર્ણ અપશબ્દો સ્પ્રે-પેઇન્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એડોલ્ફ હિટલરના ચિત્ર સાથે "ગો હોમ બ્રાઉન ક*" એવું પણ લખ્યું હતું. ભારત અને ભારતીયો સામે ખાલિસ્તાનના સમર્થકોની નફરતના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં અમેરિકા અને કૅનેડા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.

khalistan australia independence day viral videos jihad international news