પોતાનાં રમકડાં બતાવવા બાળકે પોલીસને કર્યો ઇમર્જન્સી ફોન

24 October, 2021 01:21 PM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

બાળકના ફોનના રેકૉર્ડિંગ સાથે તેના ઘરની મુલાકાતનો વિડિયો કર્ટભાઈએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો, જે ભારે લોકપ્રિય બન્યો છે

બાળક સાથે પોલીસ

ન્યુ ઝીલૅન્ડમાં હમણાં એક બાળકની ઇમર્જન્સી ફોન-નંબર પર પોલીસ સાથે વાત દર્શાવતો વિડિયો વાઇરલ થયો છે. હકીકતમાં બન્યું એવું કે ચાર વર્ષના બાળકને પોતાનાં રમકડાં પોલીસને બતાવવાની ઇચ્છા થઈ હતી. એ માટે તેણે સીધો પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોનકૉલ ડાયલ કર્યો સામેથી ઇમર્જન્સીનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે પણ બાળકે કહ્યું કે હું પોલીસને મારાં રમકડાં દેખાડવા માગું છું. એટલામાં બાળકના પિતા વચ્ચે આવ્યા અને ફોન કરવામાં ભૂલ થઈ હોવાનું કહ્યું. જોકે મામલો અહીં અટકી ન ગયો. આ વાતની જાણ થતાં કર્ટ નામનો પોલીસ-કર્મચારી બાળકના ઘરે પહોંચી ગયો અને તેણે રમકડાં બતાવવા પોલીસ બોલાવી હોવાનું પૂછ્યું. બાળકે તો રાજી થઈને તેને રમકડાં બતાવ્યાં. એટલું જ નહીં, બાળકના ફોનના રેકૉર્ડિંગ સાથે તેના ઘરની મુલાકાતનો વિડિયો કર્ટભાઈએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો, જે ભારે લોકપ્રિય બન્યો છે. જાતભાતની કમેન્ટ્સ કરી લોકો પોલીસ-અધિકારીની આ પહેલને વધાવી રહ્યા છે. ૧૫ ઑક્ટોબરે શૅર થયેલા આ વિડિયોને ૧૯૦૦થી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

offbeat news international news new zealand