કિશીદા જપાનના નવા પ્રમુખ : એકતા માટે કરી હાકલ

30 September, 2021 12:14 PM IST  |  Tokyo | Agency

હવે તેઓ વડા પ્રધાન યોશિહિદે સુગાના સ્થાને આગામી વડા પ્રધાન બનશે. આ વિજય મેળવ્યા પછી તેમણે પક્ષીય એકતાની હાકલ કરી છે. 

કિશીદા જપાનના નવા પ્રમુખ : એકતા માટે કરી હાકલ

ફુમિયો કિશીદાએ બુધવારે જપાનની સત્તારૂઢ લિબરલ ડેમોક્રૅટિક પાર્ટી (એલડીપી)ના પ્રમુખપદની ચૂંટણીમાં વિજય મેળવતાં હવે તેઓ વડા પ્રધાન યોશિહિદે સુગાના સ્થાને આગામી વડા પ્રધાન બનશે. આ વિજય મેળવ્યા પછી તેમણે પક્ષીય એકતાની હાકલ કરી છે. 
સમાચાર સંસ્થા શિન્હુઆના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન દેશના વિદેશપ્રધાનની જવાબદારી સંભાળનાર કિશીદાએ ૨૫૭ મત મેળવીને પોતાના નિકટતમ પ્રતિસ્પર્ધી વૅક્સિનેશન મિનિસ્ટર તારો કોનો સામે વિજય મેળવ્યો હતો. તારો કોનોને ૧૭૦ મત મળ્યા હતા.

international news tokyo